મુંબઈ: અજિત પવાર બનશે ડેપ્યુટી સીએમ

24 December, 2019 08:02 AM IST  |  Mumbai

મુંબઈ: અજિત પવાર બનશે ડેપ્યુટી સીએમ

અજિત પવાર

રાજ્યની કૅબિનેટના વિસ્તરણની તારીખ વધુ લંબાઈ છે. કદાચ ૩૦ ડિસેમ્બરે કૅબિનેટનું વિસ્તરણ કરાશે એમ જણાવતાં એનસીપીના નેતાએ ગઈ કાલે વધુમાં ઉમેર્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની સરકારમાં અજિત પવાર ફરી એક વાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે પદ ગ્રહણ કરે એવી સંભાવના છે. 

કૅબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચાવિચારણા કરી હતી. આ મીટિંગમાં કૉન્ગ્રેસના કોઈ નેતા હાજર નહોતા. જોકે કૅબિનેટ વિસ્તરણનો નિર્ણય કૉન્ગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે.

એનસીપી નેતા શરદ પવારના ભત્રીજા અજિત પવારે આ અગાઉ ૨૦૧૪ પહેલાં કૉન્ગ્રેસ-એનસીપીના શાસનમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે માટે વાંધાજનક પોસ્ટ કરનારનો કરાયો ટકો મુંડો ટાઉં ટાઉં

ચાલુ વર્ષે અજિત પવારે ૨૩ નવેમ્બરે બળવો કરી બીજેપી સાથે હાથ મિલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે અજિત પવારે અંગત કારણો આગળ કરી નાયબ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ૮૦ કલાકમાં જ સરકાર પડી ભાંગી હતી.

ajit pawar mumbai news maharashtra nationalist congress party