ટાઇમ ટેબલને ખોરવ્યા વગર AC લોકલ માટેના સૂચનો વેસ્ટર્ન રેલવેએ મંગાવ્યા

14 November, 2019 11:34 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટાઇમ ટેબલને ખોરવ્યા વગર AC લોકલ માટેના સૂચનો વેસ્ટર્ન રેલવેએ મંગાવ્યા

વિરારના કાર શેડમાં એસી લોકલ.

મુંબઈ લોકલ ટ્રેનના કાફલામાં બધી જ ટ્રેનોને એસી ટ્રેનમાં રૂપાંતરિત કરવાની યોજનાના ભાગરૂપે કુલ ૨૫૦ નવી એસી ટ્રેન તૈયાર કરવાની યોજના ઘડાઈ રહી છે ત્યારે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશનના અધિકારીઓ ઉતારુઓને વિશેષ અગવડ ન પડે એ રીતે સામાન્ય લોકલને એસી લોકલમાં ફેરવવા દરખાસ્ત મગાવી રહ્યા છે. પશ્ચિમ રેલવે માટેની એસી લોકલ મુંબઈ આવી ગઈ છે અને રેલવેના કાફલામાં સામેલ થવાના વિવિધ તબક્કામાં છે. 

જોકે આમાં મુખ્ય સમસ્યા ભાડાની છે. સામાન્ય લોકલ કે પછી ફર્સ્ટ ક્લાસના ભાડા કરતાં પણ એસી લોકલનું ભાડું અનેકગણું વધુ હોવાથી સામાન્ય મુસાફરો એસી લોકલની ટિકિટ કે પાસ વગર એમાં પ્રવાસ કરી શકે નહીં. આમ એસી લોકલની સંખ્યા વધશે તો એની સાથે જ લોકલના પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાશે, જેની સીધી અસર સામાન્ય ટ્રેનો અને એના પ્રવાસીઓ પર પડશે.

આ પણ જુઓ : Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

ટ્રેનની પૅટર્ન, ટાઇમટેબલ કે અન્ય કોઈ પણ નાનો શો ફેરફાર પણ પ્રવાસીઓમાં વિરોધ ફેલાવી શકે છે. એમઆરસીવીના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટરે કરેલા સૂચન મુજબ આખી ટ્રેન એસી કરવાને સ્થાને રેગ્યુલર ટ્રેનમાં એસી લોકલના ડબ્બાઓ જોડી દઈ આંશિક એસી ટ્રેન દોડાવી શકાય. આ સૂચનને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે એની ૧૫ ડબ્બાની ટ્રેનોને આંશિક એસી ટ્રેનમાં ફેરવવા વિચારી રહી છે.

mumbai railways mumbai local train western railway mumbai news rajendra aklekar