ગણેશોત્સવ માટે કોકણ રેલવેમાં 210 સ્પેશ્યલ ફેરીઓ

26 August, 2019 11:39 AM IST  |  મુંબઈ

ગણેશોત્સવ માટે કોકણ રેલવેમાં 210 સ્પેશ્યલ ફેરીઓ

ગણેશોત્સવ

ગણેશોત્સવ નજીક છે ત્યારે મુંબઈગરાઓ પોતાના ગામ આસાનીથી જઈ શકે એ માટે કોકણ રેલવે સજ્જ બની છે. નિયમિત ટ્રેનો ઉપરાંત સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ લાઇનમાં ૨૧૦ વધારાના ફેરા લગાવવાની સાથે બાકીની ટ્રેનોમાં ૬૪૭ વધારાના કોચ જોડવામાં આવશે. એ સિવાય દાદર-મડગાવ જનશતાબ્દી એક્સપ્રેસને ૩૦ ઑગસ્ટથી સાવંતવાડીમાં ઊભી રાખવામાં આવશે. આનો લાભ સાત લાખ લોકોને થશે.

મળેલી માહિતી મુજબ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે કોકણ રેલવે લાઇન પર ટિકિટ લેવા માટે વધારે બુકિંગ વિન્ડો ખોલવામાં આવી છે. ૧૧ પોસ્ટ ઑફિસમાં, ૧૭ રેલવે સ્ટેશન પર પીઆરએસ સિસ્ટમ અને ૧૬ ઠેકાણે ટાઉન બુકિંગ એજન્સી શરૂ કરાઈ છે. આ દરમ્યાન ટિકિટની ચકાસણી કડક કરાશે તેમ જ ફૂડ-સ્ટૉલ્સ પર બેબી ફૂડ ઉપલબ્ધ કરાશે.

ખેડ, કણકવલી અને કુડાળ રેલવે સ્ટેશનો પર ફર્સ્ટ ઍઇડ્સની સુવિધા અપાશે. એ સિવાય ચિપલૂન, રત્નાગિરિ, થિંવી, વેર્ણા, મડગાવ, કારવાર અને ઉડુપી રેલવે સ્ટેશનો પર હેલ્થ-રૂમ ઉપલબ્ધ કરાશે. સુરક્ષાની દૃષ્ટિએ કોઈ કમી ન રહે એ માટે રેલવે સંરક્ષણ ખાસ ફોર્સ તૈયાર કરવામાં આવશે. આ ફોર્સ રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો : મુંબઈ: દર પાંચ વર્ષે ટ્રી સેન્સસ પ્રકાશિત કરવી ફરજિયાત

એક સાર્વજનિક મંડળના ગણરાયાની મસમોટી મૂર્તિને ગઈ કાલે પંડાલમાં લઈ જવામાં આવી રહી હતી એ દરમ્યાન વિલે પાર્લેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરની એન્ટ્રી પર લગાડવામાં આવેલા બેનરને લીધે ગણપતિની મૂર્તિ ફસાઈ જતાં બાપ્પાને સહેજ નમાવીને સહીસલામત રીતે પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા. (તસવીરઃ નિમેષ દવે)

mumbai news konkan ganesh chaturthi