જો પોલીસે ઝડપી તપાસ કરી હોત તો બાળકી કદાચ બચી ગઈ હોત

12 November, 2019 01:33 PM IST  |  Mumbai | Anurag Kamble

જો પોલીસે ઝડપી તપાસ કરી હોત તો બાળકી કદાચ બચી ગઈ હોત

ભાંડુપ કિલર

ભાંડુપમાં રહેતી ૧૦ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપીને રવિવારે પોલીસે ઝડપી લીધો હતો. આ કિસ્સામાં મૃતક બાળકીના પરિવારે અને નજીકના સંબંધી ઝકી અહેમદે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અમે ફરિયાદ કરી એ પહેલાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં અને એમાં આરોપી દેખાયો હતો. બાળકીનું અપહરણ કરાયું એની ૩૦ મિનિટ પહેલાં આરોપી ભાંડુપ સોનાપુરમાં આંટા મારતો હોવાનું સીસીટીવીમાં જણાઈ આવ્યું હતું. એ પછી અમને આરોપી પર શંકા જતાં પોલીસને એ બાબતે ફરિયાદ કરી હતી, પણ પોલીસે તાત્કાલિક તપાસ ન કરી. જો કરી હોત તો કદાચ અમારી બાળકી અમને જીવતી મળી હોત.’ 

પાંચમી નવેમ્બરે ભાંડુપમાં રહેતી ૧૦ વર્ષની બાળકીનું વડાલામાં રહેતા ૩૧ વર્ષના અજિત કુમારે અપહરણ કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી ગુમ થયા બાદ તેના પરિવારે ભાંડુપ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના પરિવારે હવે દાવો કર્યો છે કે પોલીસે આ કેસમાં ધીમી કાર્યવાહી કરી છે. ઝકી અહેમદે જણાવ્યું હતું કે ‘પોલીસ કોઈ ઇન્વેસ્ટિગેશન શરૂ કરેએ પહેલાં જ અમે ૧૨થી ૧૫ સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવીમાં અમને જોવા મળ્યું હતું કે આરોપી અમારી બાળકી સાથે નાહૂર રેલવે સ્ટેશને વાત કરતો હતો. તેનું છેલ્લું લોકેશન પંચતંત્ર હોટેલ પાસે હતું. આ ઘટના બાદ અમે સીસીટીવી ફુટેજના આધારે આરોપીના ફોટો ભાંડુપમાં લગાવ્યા હતા. ૮ નવેમ્બરે જ્યારે તે બપોરની નમાજ માટે આવ્યો ત્યારે અમને એક ફોન આવ્યો. ઘટનાસ્થળ પર જઈ અમે આરોપીને પકડી પાડ્યો અને પછી પોલીસને ફોન કરી પોલીસના હવાલે કર્યો હતો.’

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

જોકે પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં વિલંબ કર્યો હોવાનો આરોપ નકાર્યો હતો. આરોપી અજિત કુમારની ધરપકડ કર્યાના બીજા દિવસે બાળકીનો કેટલેક અંશે કોહવાઈ ગયેલો મૃતદેહ વિદ્યાવિહાર સ્ટેશન પાસેથી મ‍ળી આવ્યો હતો. પોસ્ટમૉર્ટમના રિપોર્ટ મુજબ બાળકી પર પહેલાં બળાત્કાર કરાયો હતો અને ત્યાર બાદ તેનું ગળું ઘોંટી દેવામાં આવ્યું હતું.

bhandup mumbai news anurag kamble Crime News mumbai crime news