ફડણવીસના બંગલાના બેડરૂમની દીવાલ પર PWDને કેટલીક અજીબ વાતો લખેલી મળી

28 December, 2019 10:35 AM IST  |  Mumbai | Faizan Khan

ફડણવીસના બંગલાના બેડરૂમની દીવાલ પર PWDને કેટલીક અજીબ વાતો લખેલી મળી

દિવાલ પર આ બધા સ્લોગન્સ લખેલા મળ્યા હતા.

પીડબ્લ્યુડી વિભાગે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારે બે અઠવાડિયાં પહેલાં ખાલી કરેલા વર્ષા બંગલાનું રિનોવેશનનું કામ હાથ ધર્યું ત્યારે દીવાલો પર ‘યુટી ઇઝ મીન’, ‘અમે કેટલાક ગુંડા વ્યક્તિથી વિપરીત કોઈ પણ સ્થિતિમાં ખુશ છીએ’, ‘ફડણવીસ રોક્સ’, ‘બીજેપી રોક્સ’, ‘બીજેપી અને શિવસેના મિત્ર હતા (હોઈ શકે છે)’ જેવી કેટલીક અજીબ વાતો લખેલી હતી. 

પીડબ્લ્યુડી વિભાગે દેવેન્દ્ર ફડણવીસ, તેમનાં પત્ની અમૃતા ફડણવીસ અને તેમની ૧૨ વર્ષની પુત્રીના બેડરૂમ ખાલી કરવાની શરૂઆત કરી ત્યારે તેમને આ બધા સ્લોગન્સ લખેલા મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યાનુસાર બંગલો ખાલી કરાયો તે સમયે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની ટીમે ચોકસાઈપૂર્વક તમામ ચકાસણી કરી હતી અને તે સમયે દીવાલ પર આવા કોઈ લખાણો નહોતા.
અગાઉ દેવેન્દ્ર ફડણ‌વીસને સાગર બંગલો ફાળવવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ રિનોવેશન કાર્ય ચાલી રહ્યું હોવાથી હાલમાં તેઓ ભાડાના બંગલામાં રહે છે.

devendra fadnavis amruta fadnavis bharatiya janata party shiv sena mumbai news