બેસ્ટના બસ-ડ્રાઇવર અને કન્ડક્ટરને ધમકાવનાર બે આરોપીને છ મહિનાની કેદ

05 December, 2019 10:19 AM IST  |  Mumbai

બેસ્ટના બસ-ડ્રાઇવર અને કન્ડક્ટરને ધમકાવનાર બે આરોપીને છ મહિનાની કેદ

પ્રતીકાત્મક તસવીર

બેસ્ટની બસના ડ્રાઇવર અને કન્ડક્ટરની મારપીટ કરવા અને બસ સળગાવી દેવાની ધમકી આપવા બદલ કોર્ટે બે હોટેલ-મૅનેજર્સને છ મહિનાની જેલ અને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગયા અઠવાડિયે ડિસ્ટ્રિક્ટ જજ શૈલેન્દ્ર તાંબેએ તેમના આદેશમાં આ કૃત્યને ગંભીર ગુનો ગણાવી નવી મુંબઈમાં નેરુળના રહેવાસી ૩૦ વર્ષના શરદ શેટ્ટી અને ૪૨ વર્ષના રમેશ શેટ્ટીને સજા ફટકારી હતી.

ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સંધ્યા જાધવે કોર્ટને જણાવ્યું હતું કે ‘૨૦૧૫ની ૨૮ ફેબ્રુઆરીએ મેહબૂબ શેખ ઘાટકોપરથી નેરુળના રૂટની બેસ્ટની બસ ચલાવી રહ્યો હતો. બસ નેરુળ ડેપો પર પહોંચતાં જ મોટરસાઇકલ પર સવાર બે જણે બસની સામે જ પોતાનું વાહન ઊભું રાખ્યું અને બસમાં પ્રવેશ કરી બસના ડ્રાઇવર અને કન્ડક્ટરની સાથે ગાળી-ગલોચ કરીને તેમની મારપીટ કરી અને બસ ફૂંકી મારવાની પણ ધમકી આપી. આ બન્ને આરોપીઓ હોટેલના મૅનેજરની નોકરી કરે છે.

આ પણ વાંચો : ડોમ્બિવલી સ્ટેશન નજીક લોકલની ઝડપ વધારવા હોટેલનો શેડ દૂર કરવામાં આવશે

બસ-ડ્રાઇવર અને કન્ડક્ટરે પોલીસફરિયાદ કરતાં બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે કોર્ટના આદેશમાં ગુના પાછળના કારણ વિશે જણાવાયું નહોતું.

thane nerul mumbai news mumbai crime news Crime News