ફ્લાઇટમાં ઝાયરા વસીમની સતામણી કરવા બદલ આરોપીને 3 વર્ષની સખત કેદની સજા

16 January, 2020 10:09 AM IST  |  Mumbai

ફ્લાઇટમાં ઝાયરા વસીમની સતામણી કરવા બદલ આરોપીને 3 વર્ષની સખત કેદની સજા

ઝાયરા વસીમે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલો આરોપીના પગનો ફોટો.

અહીંની એક સ્પેશ્યલ કોર્ટે ગઈ કાલે ડિસેમ્બર ૨૦૧૭માં ડોમેસ્ટિક ફ્લાઇટમાં ભૂતપૂર્વ અભિનેત્રી ઝાયરા વસીમની છેડતી કરવાના આરોપી ૪૫ વર્ષના વિકાસ સચદેવને ત્રણ વર્ષની સકથ કેદ અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાની સજા ફટકારી હતી. અભિનેત્રી ઝાયરા વસીમ ઘટના વખતે સગીર વયની હતી સ્પેશ્યલ પોકસો કોર્ટ, દિંડોશી સેશન્સ કોર્ટ દ્વારા પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફૉર્મ સેક્સ્યુઅલ ઓફેન્સિઝ (પોક્સો) ઍક્ટ હેઠળ કેસની સુનાવણી કરતાં સ્પેશ્યલ જજ એ. ડી. દેવે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ હેઠળ વિકાસ સચદેવને અપરાધી ઠેરવતાં ટાંક્યું હતું કે મોટા ભાગની મહિલાઓને આવા અનુભવોમાંથી પસાર થવું પડતું હોય છે, પણ તેઓ એની ફરિયાદ કરતી નથી હોતી. આ ઉપરાંત આ કેસથી પુરવાર થાય છે કે પ્રવાસ માટેનું માધ્યમ ભલે ગમે એ હોય, મહિલાઓની સતામણી દરેક સ્થળે થતી જ હોય છે.

આ પણ વાંચો : લંડન-આઇ જેવું જ મુંબઈ-આઇ બનાવાશે

 

આરોપી વિકાસ સચદેવ

સચદેવ માટે અલ્પતમ સજાની માગણી કરતાં સચદેવના વકીલ અદનાને એવી દલીલ કરી હતી કે આરોપી તેના પરિવારનો એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેના ક્લાયન્ટનો આ પ્રથમ ગુનો હતો અને તે ભૂતકાળનો આવો કોઈ ગુનાહિત રેકૉર્ડ ધરાવતો નથી તેમ જ ફરિયાદની ઘટનાના સંદર્ભે પોતે ઊંઘમાં હોવાથી ધ્યાન ન રહ્યું હોવાનું કારણ આપ્યું હતું. કેસનો ચુકાદો સાંભળીને આરોપીની પત્ની દિવ્યા કોર્ટ રૂમમાં જ ભાંગી પડી હતી. તેનું માનવું હતું કે સૂચિત ઘટનામાં તેનો પતિ નિર્દોષ છે. જોકે વિકાસ સચદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતાં જ તેની કંપનીમાંથી તેને છુટો કરવામાં આવ્યો હતો. વિકાસ સચદેવે આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, ફરિયાદ પક્ષે આરોપી માટે મહત્તમ સજાની માગણી કરી હતી.

dindoshi mumbai crime news mumbai crime branch Crime News mumbai news