બાંદરા-વર્સોવા સી લિન્કનાં કામના થયા શ્રીગણેશ

21 November, 2019 08:31 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

બાંદરા-વર્સોવા સી લિન્કનાં કામના થયા શ્રીગણેશ

બાંદરા-વર્સોવા સી લિન્કનું કામ થયું શરૂ

બાંદરા-વર્સોવા સી લિન્ક (બીવીએસએલ) પ્રોજેક્ટનો કૉન્ટ્રૅક્ટ આપ્યાને લગભગ એક વર્ષ બાદ અંતે ગઈ કાલે કામ શરૂ થયું હતું. સૂચિત ૧૧,૩૩૨ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કનેક્ટરને કારણે બાંદરા અને વર્સોવા વચ્ચે પ્રવાસમાં લાગતા સમયમાં ૪૫થી ૬૦ મિનિટનો ઘટાડો થશે. હાલના રોડને બીવીએસએલ સાથે રેક્લેમેશન ખાતે જોડનારા બાંદરા કનેક્ટર માટેનું લૅન્ડ પાઇલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. લૅન્ડ પાઇલિંગનું કામ પૂર્ણ થયા બાદ દરિયાની અંદર કરવામાં આવનારું કામ હવે શરૂ કરવામાં આવશે. આખો પ્રોજેક્ટ લગભગ પાંચ વર્ષમાં પૂર્ણ થશે. હાલમાં એમએસઆરડીસી આ મેગા પ્રોજેક્ટ માટે હંગામી ધોરણે કાસ્ટિંગ યાર્ડ ઊભું કરવા ભાડેથી જમીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે જમીન મળવામાં થનારા વિલંબની અસર પ્રોજેક્ટ પર નહીં પડે એવી બાંયધરી એમએસઆરડીસીના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર અનિલકુમાર ગાયકવાડે આપી હતી.

અધિકારી વર્ગને સંબંધિત પ્રોજેક્ટ પાંચ વર્ષના ગાળામાં પૂરો થઈ જશે એવી ખાતરી છે, પરંતુ કૉન્ટ્રૅક્ટ મુજબ જો પ્રોજેક્ટ પાંચ વર્ષ કરતાં વહેલો પૂર્ણ થઈ જશે તો કૉન્ટ્રૅક્ટર બોનસ મેળવશે. એમએમઆરડીસીના અધિકારીઓએ જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી અન્ય લાભ પણ મળશે જેવા કે વાહનોની જાળવણીના ખર્ચમાં ઘટડો, પર્યાવરણીય ફાયદાઓ, જમીનની કિંમતમાં વધારો, રોજગારનું સર્જન તથા ટ્રાફિક હળવો બનતાં વાહનના ડ્રાઇવરને મળનારી માનસિક શાંતિમાં વધારો થશે.

આ પણ વાંચો : ગુરૂવાર બપોર સુધી મહારાષ્ટ્રમાં સરકારને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે : શિવસેના

ટોલ કેટલો?

સી-લિન્ક પરનો વન ટાઇમ ટોલ લગભગ ૧૭૫થી ૨૦૦ રૂપિયાનો રહેશે.

ત્રણ કનેક્ટર કયાં?

૧. એમએસઆરડીસી સી લિન્ક પર કુલ ત્રણ કનેક્ટર બેસાડવાની યોજના ધરાવે છે. પહેલું કનેક્ટર બેન્ડ સ્ટૅન્ડની નજીકમાં બીવીએસએલ પર.

૨. બીજું કનેક્ટર નવા લિન્ક રોડ, દૌલત નગર અને મિલન સબવે નજીક એસ. વી. રોડ પર થઈને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને મળશે.

૩. ત્રીજું કનેક્ટર નાના-નાની પાર્ક થઈને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને મળશે.

bandra versova sea link ranjeet jadhav mumbai news