મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સંદર્ભમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બુધવારે બેઠક યોજાવાની છે. આ પહેલા શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, આવનારા 5-6 દિવસમાં સરકાર બનાવવાની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જશે. ગઠબંધન અંગે ગુરુવાર બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
PM મોદી સાથે મુલાકાત કરવી એટલે એવું નથી કે કંઇક રંધાઇ રહ્યું છે : રાઉત
NCP અધ્યક્ષ શરદ પવાર અને PM મોદીની મુલાકાત અંગે રાઉતે જણાવ્યુ હતું કે, 'પીએમ સાથેની મુલાકાત કરવી એનો મતલબ એ નથી કે કંઈ રંધાઈ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં ખેડુતો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. શરદ પવાર અને ઉદ્વવ ઠાકરે હંમેશા ખેડુતોની ચિંતા કરે છે.' મહારાષ્ટ્રમાં ખુબ જલ્દીથી લોકપ્રિય અને મજબુત સરકાર બનશે.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
ખેડુતોની સમસ્યા પર અમારા વતી શરદ પવાર વડાપ્રધાનને મળશે : રાઉત
શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાતની જાણકારી સંજય રાઉતે સોમવારે જ આપી હતી. તેમણે કહ્યુ હતું કે, ખેડુતોની સમસ્યા અંગે અમે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીશું. અમારા વતી શરદ પવાર વડાપ્રધાનને મળશે.
શિવસેનાની થાણે વાસીઓને ભેટ કોપરીમાં બનશે નવું રેલવે સ્ટેશન
Dec 10, 2019, 10:44 ISTસૂટકેસમાં મળેલા મહિલાના મૃતદેહનો કેસ 30 કલાકમાં ઉકેલાયો
Dec 10, 2019, 10:28 ISTમેટ્રો કારશેડ જ્યાં બનવાનું છે ત્યાં દીપડો દેખાયો
Dec 10, 2019, 08:26 ISTમેલી દાનત સાથે જ બેનેટ રિબેલો દીકરી દત્તક લેતો?
Dec 10, 2019, 08:03 IST