ગુજરાતના સાવજ મુંબઈ આવવાના...

14 December, 2019 08:42 AM IST  |  Mumbai | Arita Sarkar

ગુજરાતના સાવજ મુંબઈ આવવાના...

પ્રતીકાત્મક તસવીર

પ્રથમ વાર કોઈ પ્રતિભાવ ન મળ્યા બાદ નગરપાલિકાએ ઝીબ્રાની બે જોડીની આયાત કરવાનાં ટેન્ડર માટે ત્રણ એજન્સીઓ પાસેથી બિડ મગાવી હતી. આ જોડી બે જોડી સિંહના બદલામાં સક્કરબાગ ઝૂને આપવામાં આવશે. ઝીબ્રાને આગામી વર્ષના પ્રારંભમાં ભારત લાવવામાં આવે એવી અપેક્ષા છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન એજન્સી નક્કી થઈ ગયા બાદ સિંહની એક જોડી મોકલવા માટે સક્કરબાગ ઝૂને જણાવવાની યોજના ઘડી રહ્યું છે. આમ ગુજરાતના સાવજ મુંબઈ આવવાના છે થોડા સમયમાં જ. ઝૂના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે આગામી સપ્તાહ સુધીમાં ત્રણમાંથી એક એજન્સીની પસંદગી કરી લઈશું. થાઇલૅન્ડની બે અને ભારતની એક એજન્સીએ ટેન્ડર માટે અરજી કરી છે. અમે તેમની શાખાની ચકાસણી કરી રહ્યા છીએ. ત્યાર બાદ અમે તેમની બિડ તપાસીશું અને શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરીશું, એમ ભાયખલા ઝૂના ડિરેક્ટર સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે એક વખત એજન્સી નક્કી થઈ ગયા બાદ તેઓ સ્ટૅન્ડિંગ કમિટીની મંજૂરી મેળવશે.

આ પણ વાંચો : પીએમસી કૌભાંડ: એચડીઆઇએલને દસ્તાવેજ વિના જ લોન મળતી હતી

સક્કરબાગ ઝૂએ બે જોડી સિંહના બદલામાં ઝીબ્રાની માગણી કરતાં ભાયખલા ઝૂમાં સિંહોનું આગમન પાછું ઠેલાયું હતું, પરંતુ ત્રિપાઠીએ ઉમેર્યું હતું કે સક્કરબાગ ઝૂમાં ઝીબ્રા લાવવાની પ્રક્રિયા ઘણી લાંબી છે અને મહાનગરપાલિકા એટલી લાંબી રાહ જોશે નહીં. અમે એક વખત એજન્સી નક્કી થઈ જાય ત્યાર બાદ સક્કરબાગ ઝૂના અધિકારીઓને સિંહની એક જોડી ડિસ્પ્લે માટે અમને આપવા જણાવવાની યોજના ઘડી રહ્યા છીએ. એક વખત ઝીબ્રા આવી જાય ત્યાર બાદ તેઓ અમને બીજી જોડી આપી શકે છે એમ તેમણે ઉમેર્યું હતું.

byculla zoo mumbai news brihanmumbai municipal corporation