મુંબઈ: બ્રિજ દુર્ઘટના કેસમાં બે દિવસમાં BMCના બે કર્મચારીની ધરપકડ

03 April, 2019 11:41 AM IST  |  મુંબઈ

મુંબઈ: બ્રિજ દુર્ઘટના કેસમાં બે દિવસમાં BMCના બે કર્મચારીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

CSMT પાસે ૬ લોકોનાં મોત અને ૩૦થી વધુ લોકોને જખમી કરવા માટે કારણભૂત હિમાલય બ્રિજના ફુટઓવર બ્રિજનો સ્લૅબ તૂટી પડવાની હોનારત સંબંધે ગઈ કાલે BMCના બીજા એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં BMCના બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં આ કેસમાં BMCના અસિસ્ટન્ટ એન્જિનિયર એસ. એફ. કાકુલતેની સોમવારે ધરપકડ કરી આઝાદનગર પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કાકુલતેને પાંચ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડી પર સોંપવામાં આવ્યો હતો. આ અગાઉ બ્રિજનું સેફ્ટી ઑડિટ કરનારી કંપનીના માલિક નિરજકુમાર દેસાઈની પણ આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.

ઝોન એકના DCP અભિષે ત્રિમુખેએ જણાવ્યું હતું કે ‘સોમવારે BMCના બ્રિજ ડિપાર્ટમેન્ટના સહાયક ઇજનેર એસ. એફ. કાકુલતેની અને સપ્ટેમબર 20૧૪થી ડિસેમ્બર 20૧૮ દરમિયાન બ્રિજ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અનિલ પાટીલની ગઈ કાલે સાંજે આઝાદનગર પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : હિન્દુત્વથી બંધાયેલી છે બીજેપી અને શિવસેના: ઉદ્ધવ ઠાકરે

પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ‘આ બન્ને કર્મચારીઓને ખબર હતી કે આવી ઘટનાઓ થઈ શકે એમ છે આમ છંતા બેદરકારી દાખવી હતી. આ બન્ને આરોપીઓ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૪-એ (બેદરકારી દ્વારા મૃત્યુ નીપજાવવાનું કારણ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

mumbai crime news mumbai news chhatrapati shivaji terminus mumbai