આરે કૉલોનીમાં મેટ્રો કારશેડના વિરોધમાં આદિત્ય ઠાકરે પણ જોડાયા

11 September, 2019 03:41 PM IST  |  મુંબઈ

આરે કૉલોનીમાં મેટ્રો કારશેડના વિરોધમાં આદિત્ય ઠાકરે પણ જોડાયા

આદિત્ય ઠાકરે

મુંબઈમાં વિવિધ રૂટ્સની મેટ્રો રેલ લાઇન્સ માટે આરે કૉલોનીમાં કારશેડ બાંધવા સામે વિરોધ કરતી સંસ્થાઓને શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ સમર્થન આપ્યું છે. ગઈ કાલે પત્રકાર પરિષદમાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે મુંબઈમાં આરે કૉલોનીને હાથ લગાડશો તો એ અમે સહન નહીં કરીએ. વૃક્ષ પ્રાધિકરણે મેટ્રો રેલના કારશેડ માટે ઝાડ કાપવાની પરવાનગી આપવાને કારણે લોકોમાં છેતરાયાની લાગણી ફેલાઈ છે. મેટ્રો કારશેડ માટે વૃક્ષો કપાશે અને માટી નાખવામાં આવશે, એ બાબતે કોઈની સામે ગુનો નોંધાશે ?

આ પણ વાંચો : દેરાસર ટ્રસ્ટના બૅન્ક-ખાતામાંથી 78 લાખ રૂપિયા તફડાવવાના પ્રયાસમાં ગુજરાતી પકડાઈ ગયો

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન મુંબઈગરાઓને ધમકી આપે છે, એ માટે પ્રોજેક્ટ-કન્સલ્ટન્ટની ધરપકડ કરવી જોઈએ. વિરોધનાં કારણો સરકારે સમજવા જરૂરી છે. મેટ્રો રેલવે અમને જોઈએ છે, પરંતુ એને માટે જનતાને છેતરવી જરૂરી નથી.’

aaditya thackeray mumbai news shiv sena aarey colony save aarey wildlife