મુંબઈ: પરીક્ષા વખતે તમારા સંતાનની વર્તણૂક અજુગતી તો નથીને?

03 February, 2019 10:59 AM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

મુંબઈ: પરીક્ષા વખતે તમારા સંતાનની વર્તણૂક અજુગતી તો નથીને?

ચેતી જાઓ

ઍન્ટિ-નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે સ્કૂલો-કૉલેજોમાં ડ્રગ્સની હેરાફેરી કરતા સપ્લાયર્સ પર લગામ તાણવાની શરૂઆત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ પરીક્ષાના દિવસોમાં વધુ વેચાતાં હોય છે; કેમ કે આ દિવસોમાં ઓછી ઊંઘ, સ્ટ્રેસથી મુક્તિ અને ભૂખ મારી નાખે એવાં ડ્રગ્સની ડિમાન્ડ વધી જતી હોય છે.

પરીક્ષાના દિવસોમાં ઊંઘ ઓછી આવે તેથી વિદ્યાર્થીઓ આ પ્રકારનાં ડ્રગ્સ લેતાં હોય છે એમ જણાવીને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શિવદીપ લાન્ડેએ જણાવ્યું હતું કે ‘ડ્રગ્સના સપ્લાયર્સ પર અમે નજર રાખીને બેઠા છીએ. મારિજુઆના, હેરોઇન અને અન્ય ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ સહિત ૩૫,૯૪,૫૦૦નાં ડ્રગ્સ સાથે આઠ પુરુષ અને પાંચ મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં ઉત્તર મુંબઈની મહિલા માફિયાઓનો પણ સમાવેશ થાય છે.’

આ પણ વાંચો : રેલવે પાની ભી મુફ્ત મેં નહીં દેતા, આપકો રૂપિયે તો દેને હી હોંગે

મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે છ ગુના નોંધ્યા હતા જેમાં ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ શહેરના ટ્રૉમ્બે, આઝાદ મેદાન, બાંદરા, વરલી અને કાંદિવલી વિસ્તારમાંથી પકડાયા હતા. છેલ્લા એક વર્ષમાં પકડાયેલા આરોપીઓ પાસેથી ૩૫ લાખનાં ડ્રગ્સ કબજે કરવામાં આવ્યાં હતાં.

anti-narcotics cell azad maidan bandra worli kandivli Crime News mumbai crime news