JNUમાં થયેલી હિંસાના વિરોધમાં માટુંગાની રુઈયા કૉલેજની બહાર દેખાવો કર્યા

07 January, 2020 11:04 AM IST  |  Mumbai

JNUમાં થયેલી હિંસાના વિરોધમાં માટુંગાની રુઈયા કૉલેજની બહાર દેખાવો કર્યા

ગેટ-વે ઑફ ઈન્ડિયા પર વિરોધ પ્રદર્શન

આરએસએસ સાથે જોડાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સ્ટુડન્ટ્સે ગઈ કાલે માટુંગાની રુઈયા કૉલેજની બહાર દિલ્હીની જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં દેખાવ કરીને આ હિંસાના બનાવ માટે ડાબેરી સંગઠનો અને જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનને જવાબદાર ઠરાવ્યાં હતાં.

જે સાચું છે એ જ અમે કહીએ છીએ. જેએનયુમાં થયેલી હિંસા માટે ડાબેરી જૂથ જવાબદાર છે. જેએનયુ પરિસર યુવાઓથી ઊભરાઈ રહ્યો હોવાથી તેઓ તણાવમાં હતા એમ કહેતાં નામ ન આપવાની શરતે એક સ્ટુડન્ટે કહ્યું હતું કે ‘તેમણે જુદા-જુદા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા; જેમ કે ‘કોમરેડ પે હલ્લાબોલ, હલ્લાબોલ.’ ‘સ્ટુડન્ટ્સ ફેડરશન ઑફ ઇન્ડિયા (એસએફઆઇ) પે હલ્લાબોલ.’ ત્યાર બાદ પોલીસે સખત હાથે કામ લેતાં તેમણે બીજા ‘લાલ આતંકી ખબરદાર’ અને ‘કોમરેડ હોશિયાર’ જેવાં સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું.’

નામ ન આપવાની શરતે અન્ય એક સ્ટુડન્ટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે અહીં ડાબેરીઓને તેમણે જે કર્યું છે એ દર્શાવવા હાજર થયા છીએ. ડાબેરીઓ હિંસાનો ચહેરો છે. તેમના માસ્ક ઉતારવા જોઈએ. તેમણે ‘જય ભીમ’ અને ‘સાવરકર કી ધરતી પર’ જેવાં સૂત્રો પણ પોકાર્યાં હતાં. લગભગ છેલ્લા બે મહિનાથી જેએનયુ અશાંત છે, ક્લા‌સ લેવામાં નથી આવી રહ્યા. કેટલાક સ્ટુડન્ટ્સ શિયાળુ વર્ગો માટે નામ નોંધાવવા માગતા હતા, પણ ડાબેરીઓએ તેમને એમ કરતા અટકાવ્યા હતા.

આ પણ વાંચો : જેએનયુ હિંસાએ 26/11ના મુંબઈ હુમલાની યાદ તાજી કરી : ઉદ્ધવ ઠાકરે

વાઇરલ થયેલા એક વિડિયોમાં જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખ આઇશી ઘોષ માસ્કધારી યુવાનોનું નેતૃત્વ કરી રહી છે. તે માસ્કધારી યુવાનોને કૉલેજમાં તેમ જ નજીકમાં આવેલી પેરિયાર હૉસ્ટેલમાં પણ લઈ જતી દેખાય છે. એબીવીપીની પ્રત્યેક રૂમમાં તોડફોડ કરવામાં આવી છે. લોકોને ખોટી વાતો ફેલાવતા રોકવાનો આપણે પ્રયાસ કરવાનો છે. પત્રકારો સાથે બોલતાં એબીવીપીના રાષ્ટ્રીય સચિવ અંકિત ઓસવાલે જણાવ્યું હતું કે હિંસાની આ ઘટના માટે ડાબેરીઓ અને જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન જવાબદાર છે અને પોલીસે માસ્ક પહેરીને હુમલો કરનાર સ્ટુડન્ટ્સની ધરપકડ કરવી જોઈએ.

gateway of india mumbai news jawaharlal nehru university matunga