મયંક વૈદે ૪૬૩ કિલોમીટર ઍન્ડ્રુરોમન રેસ જીતીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

16 September, 2019 09:26 AM IST  | 

મયંક વૈદે ૪૬૩ કિલોમીટર ઍન્ડ્રુરોમન રેસ જીતીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

ભારતીય ઍથ્લીટ મયંક વૈદે ૫૦ કલાક ૨૪ મિનિટના રેકૉર્ડ સમયમાં વિશ્વની સૌથી અઘરી રેસ ઍન્ડુરોમન ટ્રાયથ્લૉન જીતી લીધી છે. તેણે પાછલા વર્લ્ડ રેકૉર્ડને બે કલાક ૬ મિનિટના મોટા માર્જિનથી તોડ્યો છે. આ અગાઉ બેલ્જિયમના જુલિયન ડેનાર બાવન કલાક ૩૦ મિનિટમાં રેસ જીત્યો હતો. મયંક રેસ જીતનાર પ્રથમ એશિયન અને વિશ્વનો ૪૪મો રમતવીર બન્યો છે.

એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં મયંકે કહ્યું કે ‘આ વિશ્વની સૌથી પૉઇન્ટ-ટુ-પૉઇન્ટ ટ્રાયથ્લૉન રેસ છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ફક્ત ૪૪ લોકો જ આ રેસ જીત્યા છે. આના કરતાં વધુ લોકો એવરેસ્ટ પર ચડ્યા છે. એ ખરેખર વિશ્વની સૌથી મુશ્કેલ ટ્રાયથ્લૉન છે.

આ પણ વાંચો: નવી મુંબઈ સહિત થાણેમાં ધોધમાર વરસાદ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ઍન્ડુરોમન ટ્રાયથ્લૉન રેસ લંડનના માર્બલ આર્કથી શરૂ થઈ હતી. સ્પર્ધકોએ શરૂઆતમાં ૧૪૦ રેસ લગાવી હતી. ત્યાર બાદ સ્પર્ધકો કેન્ટના કાંઠેથી ૩૩.૮ કિલોમીટર દૂર તરીને ચૅનલ પાર કરીને ફ્રાન્સના કાંઠે પહોંચ્યા હતા. અહીંથી સ્પર્ધકોએ પૅરિસમાં રેસ પૂરી કરવા માટે ૨૮૯.૭ કિલોમીટર સાઇકલ ચલાવી હતી.

mumbai gujarati mid-day