મલાડને માથે મુશ્કેલી

05 April, 2019 08:24 AM IST  |  મુંબઈ | જયેશ શાહ

મલાડને માથે મુશ્કેલી

ફૂટ ઓરબ્રિજ બંધ કરવાના નિર્ણયનો સ્થાનિકોએ કર્યો વિરોધ

મલાડ ઈસ્ટ-વેસ્ટને જોડતો રેલવે પરનો ફુટઓવર બ્રિજને ગઈ કાલે બપોરે એકાએક બંધ કરી દેવાતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે ગ્પ્ઘ્ના ભ્-નૉર્થ વૉર્ડ કચેરીની બન્ને તરફની એન્ટ્રીને બંધ કરી દીધી હતી. CSMT પાસેના હિમાલય બ્રિજના ફુટઓવર બ્રિજનો સ્લૅબ તૂટી પડવાની હોનારત અને ૬ લોકોનાં મોત અને ૩૦થી વધુ લોકો જખમી થવાની ઘટના બાદ સફાળા જાગેલા ગ્પ્ઘ્નો બ્રિજ ડર્પિાટમેન્ટ તમામ બ્રિજ અને FOBનું ઑડિટ કરાવી રહ્યો છે. મલાડમાં રાણી સતી માર્ગ પરના FOBના ઑડિટમાં ખુલાસો થતાં ગઈ કાલે બપોરે કોઈ પણ જાતની નોટિસ વગર એકાએક આ FOB બંધ કરી દીધો હતો અને એને કારણે નાગરિકો પરેશાન થઈ ગયા હતા.

શું છે મામલો?

મલાડ ઈસ્ટ-વેસ્ટને જોડતો રેલવે ટ્રૅક પરનો FOB રેલવેએ નવો બનાવ્યો હતો. પરંતુ એને લગતા ફુટઓવર બ્રિજનો FOB અને પગથિયાં ગ્પ્ઘ્ની હદમાં હતાં અને તેથી એની જાળવણીની જવાબદારી એમની હતી. બે વર્ષ પહેલાં જ રેલવેએ આ FOB નવો બનાવ્યો હતો, પરંતુ ગ્પ્ઘ્એ એ સમયે આ લગત FOB અને એનાં પગથિયાંના સ્ટ્રક્ચરને નવેસરથી બનાવ્યો નહોતો. આ FOB મલાડ ઈસ્ટના રાણી સતી માર્ગ અને એની આસપાસના પઠાણવાડી, જિતેન્દ્ર રોડ, હાજી બાપુ અને વેસ્ટ તરફ આનંદ માર્ગ અને રેલવે ટિકિટ વિન્ડો અને પ્લૅટફૉર્મ-નંબર એક પર લોકો આવનજાવન કરી શકતા હતા. એથી આ FOB સ્થાનિક નાગરિકો માટે આર્શીવાદ સમાન હતો.

સ્થાનિક લોકોએ શું કહ્યું?

મલાડ-ઈસ્ટમાં શૉપ ધરાવતા નીલેશ મારુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવે ટ્રૅક પરનો FOB વેસ્ટર્ન રેલવેએ બે વર્ષ પહેલાં જ બનાવ્યો હતો. એ સમયે પણ જાહેર કર્યા કરતાં ૭૦ દિવસ વધુ આ FOB બંધ રહ્યો હતો. સ્થાનિક નાગરિકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. તંત્રની નીતિ લોકોને હેરાન કરવાની છે. અમે ભ્-નૉર્થ વૉર્ડ કચેરીના એન્જિિન્ાયર નિકમને રિક્વેસ્ટ કરી હતી કે એક તરફનો ભાગ ચાલુ રાખો, પરંતુ અમને પોલીસ તરફથી ધમકાવવામાં આવ્યા હતા.

૬૫ વર્ષના રાજેન્દ્ર મોદીએ ‘મિડ-ડે’ જણાવ્યું હતું કે ‘હું સિનિયર સિટિઝન છું. અને મલાડ-ઈસ્ટમાં રહું છું. ગઈ કાલે બપોરે ૩ વાગ્યે હું અહીંથી વેસ્ટ તરફ મારા અંગત કામ માટે જઈ રહ્યો હતો ત્યારે ખબર પડી કે હમણાં જ આ FOB બંધ કરી દેવાયો છે. વડીલો અને પ્રેગ્નન્ટ બહેનો તેમ જ દિવ્યાંગ સહિતના અનેક લોકો આ રસ્તેથી આવનઅજાવન કરે છે. પરંતુ સરકારની આ કઈ રીતની રીતિનીતિ છે? અમારે વેસ્ટમાં જવા માટે કેટલું બધું ફરીને જવું

મલાડ-ઈસ્ટમાં રાણી સતી માર્ગ પર શૉપ ધરાવતા હિતેશ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સંજયનગર, ગોવિંદનગર, પઠાણવાડી અને હાજી બાપુ રોડ પરના સ્થાનિક રહીશોના મુત્યુ બાદ મલાડ-વેસ્ટની ન્યુ એરા ટૉકીઝની સામેની સ્મશાનભૂમિ અને કબ્રસ્તાનમાં જવા માટે આ FOB પરથી સ્મશાનયાત્રા લઈ જવાય છે. મલાડ-ઈસ્ટમાં નજીકમાં એક પણ સ્મશાનભૂમિ કે કબ્રસ્તાન નથી. છેક હાઇવે પાસે ગોકુલધામમાં જવું પડે. જિતેન્દ્ર રોડ પર રહેતા ૭૮ વર્ષના બાબુભાઈ ગાંધીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મલાડ-વેસ્ટમાં બાળકોને સ્કૂલે જવા માટે આ FOB ઉપયોગી હતો. હવે મલાડ-વેસ્ટમાં જવા છેક એક કિલોમીટર દૂર દફતરી રોડ પરના બીજા FOB પર લોકોને જવું પડશે અને ત્યાં પહેલેથી જ ટ્રાફિક જૅમ છે.’

ગ્પ્ઘ્ના અધિકારીઓએ શું કહ્યું?

ગ્પ્ઘ્ના ભ્-નૉર્થ વૉર્ડ કચેરીના એન્જિનિયર નિકમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી વડી કચેરીના આદેશના પગલે અમે મલાડના ઈસ્ટ-વેસ્ટને જોડતા FOB બપોરે ત્રણ વાગ્યે બંધ કરી દીધો હતો.’
ગ્પ્ઘ્ની વરલીસ્થિત કચેરીના ચીફ એન્જિનિયર સંજય દરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન સબર્બના અમારા ઑડિટર સી. વી. કાન્દ કન્સ્ટલ્ટન્ટ પ્રા. લિ.ના ઑડિટ મુજબ મલાડના રાણી સતી માર્ગને સ્ટેશન સાથે જોડતા ઈસ્ટ-વેસ્ટને જોડતા FOBનું રેલવે અને ગ્પ્ઘ્ના એન્જિનિયરોએ જૉઇન્ટ ઇન્સ્પેક્શન ગઈ કાલે કર્યું હતું અને આ તપાસના તારણમાં આ FOB બન્ને તરફથી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમે નાગરિકોની સલામતી માટે આ પગલું ભર્યું છે.’

આ પણ વાંચોઃ આવી હતી પહેલા મુંબઈ નગરી, જુઓ વિન્ટેજ તસવીરો

સ્થાનિક વિભાનસભ્યએ શું કહ્યું?

સ્થાનિક વિધાનસભ્ય અતુલ ભાતલકરને સ્થાનિક લોકોએ એકાએક FOB બંધ કરવાના મામલે વાત કરી હતી. આ વિશે અતુલ ભાતલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મેં સંબંધિત અધિકારી સાથે વાત કરી છે. સ્થાનિક લોકોને હેરાનગતિ ન થાય એ માટે આજે ફરીથી આ FOBનું ઑડિટ કરશે. બાદમાં જરૂર જણાશે તો રેલવે વિન્ડોવાળો ભાગ શરૂ કરી દેવામાં આવશે. આ વિશે મંે રાજ્યના મુખ્ય પ્રધાનને ઝડપથી પગલાં લેવા માટે વાત કરી છે.’

mumbai news