મહારાષ્ટ્રનું ખાધવાળું બજેટ, પરંતુ નાણાપ્રધાનના મતે આર્થિક સ્થિતિ સધ્ધર

19 June, 2019 08:14 AM IST  |  | ધર્મેન્દ્ર જોરે

મહારાષ્ટ્રનું ખાધવાળું બજેટ, પરંતુ નાણાપ્રધાનના મતે આર્થિક સ્થિતિ સધ્ધર

વિધાનભવનમાં આવતાં નાણાપ્રધાન સુધીર મુનગંટીવાર અને દીપક કેસરકર.

નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે ગઈ કાલે આવતા ઑક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૯-’૨૦નું ખાધવાળું બજેટ રજૂ કરતાં નવી યોજનાઓ જાહેર કરવા ઉપરાંત હાલની સરકારી યોજનાઓ માટે પ્રોત્સાહક જોગવાઈઓ જાહેર કરી હતી. વિધાનસભામાં બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે ‘૨૦,૨૯૨.૯૪ કરોડ રૂપિયાની અંદાજિત મહેસૂલી ખાધ અર્થતંત્ર પાછળ હોવાનું દર્શાવે છે, પરંતુ થોડા વખત પછી સુધારિત આંકડા જાહેર કરવામાં આવ્યા પછી ખાધ રહેવાની નથી. છેલ્લાં પાંચ વર્ષમાં બીજેપીની સરકારે રાજ્યની આવકમાં ૧૦ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ કરી છે.’

દેવું ૪.૧૧ લાખ કરોડ

નાણાપ્રધાને આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે ‘હાલનું કુલ દેવું ૪.૧૧ લાખ કરોડ રૂપિયા ૨૦૨૦ના માર્ચ મહિના સુધીમાં ૪,૭૧,૬૪૨ કરોડ રૂપિયા પર પહોંચવાની શક્યતા છે. જોકે દેવું ઘટાડવા માટેનું વ્યવસ્થાપન અગાઉના શાસન કરતાં વધારે સારું છે. ગયા વર્ષે ૫૪,૦૦૦ કરોડ રૂપિયાની આવશ્યકતા અપેક્ષિત દર્શાવવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે ફક્ત ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ લીધું હતું એ બાબત નાણાકીય વ્યવસ્થાપનનું કૌશલ્ય દર્શાવે છે. આ સરકારનું પરફૉર્મન્સ અગાઉની સરકારો કરતાં ઘણું સારું છે. ૨૦૧૪માં જે કંગાળ કે નાદારી જેવી સ્થિતિ હતી, એમાં રાજ્યના નાણાકીય સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.’

લોકસભાની ચૂંટણી વેળા વિરોધ પક્ષોના પ્રચારમાં રોજગારીનો મુદ્દો વિશેષ ઉછાળવામાં આવ્યો હતો, એ બાબત ધ્યાનમાં રાખીને આ બજેટમાં નોકરીના અવસરો ઊભા કરવાના મુદ્દા પર ધ્યાન કેãન્દ્રત કરવામાં આવ્યું છે. નવી ઉદ્યોગ નીતિ હેઠળ મુખ્યમંત્રી રોજગાર નર્મિાણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ૫૦ ઇન્ડસ્ટ્રીયલ પાક્ર્સ દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને સક્ષમ પ્રોત્સાહન આપવામાં આવશે.

વોટ-બૅન્ક પર નજર

બજેટમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી ઉપરાંત નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માગણી કરતા ધનગર સમુદાય માટે બાવીસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. દલિતોના આદર્શ અણ્ણાભાઉ સાઠેની શતાબ્દીની અનુસૂચિત જાતિઓને ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની વિદ્યાર્થિનીઓ માટે શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી છે. દસમા અને બારમા ધોરણમાં ઉત્તમ ગુણાંક લાવનારા ઓબીસી વિદ્યાર્થીઓ માટે અવૉર્ડની યોજના પણ જાહેર કરવામાં આવી છે. સંજય ગાંધી નિરાધાર યોજના હેઠળ વિધવાઓને સહાયની રકમ બમણી કરવામાં આવી છે. એ યોજનાની લાભાર્થી ૩૬ લાખ મહિલાઓને ૧ જુલાઈથી સહાયની રકમનું વિતરણ શરૂ કરવામાં આવશે. વિધવા, ત્યક્તા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને સ્વરોજગાર માટે

કુલ ૨૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. લઘુમતી સમુદાયના યુવાનો અને મહિલાઓ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નક્સલગ્રસ્ત પ્રદેશોમાં રોજગારના અવસર માટે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દુકાળગ્રસ્ત ક્ષેત્રો, ખેડૂતો અને પશુપાલન તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે સુધી પહોંચવા માટે પનવેલ સુધી જોવા મળતા ભારે ટ્રાફિકને ઓછું કરવા માટે સાયન-પનવેલ ધોરી માર્ગ પર પુલ બાંધવïા માટે ૭૭૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

mumbai news gujarati mid-day