મહારાષ્ટ્રની સાઇબર સિક્યૉરિટી અને AMBIS ટેક્નૉલૉજીને અવૉર્ડ મળ્યો

18 January, 2019 10:56 AM IST  |  મુંબઈ

મહારાષ્ટ્રની સાઇબર સિક્યૉરિટી અને AMBIS ટેક્નૉલૉજીને અવૉર્ડ મળ્યો

પ્રતીકાત્મક તસવીર

બુધવારે હરિયાણા સરકાર દ્વારા ગુરુગ્રામમાં આયોજિત ડિજિટલ ઇનોવેશન ઍન્ડ સાઇબર સિક્યૉરિટી પર યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય વતી રાજ્ય પોલીસના સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ બ્રિજેશ સિંહ અને સાઇબર સિક્યૉરિટી સેલની ટીમે આ અવૉર્ડ સ્વીકાર્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પોલીસ વિભાગને આધુનિક બનાવવા તેમ જ ગુનાઓ શોધવાની પદ્ધતિમાં સુધારો કરવાના હેતુથી ઑટોમેટેડ મલ્ટિ-મૉડલ બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AMBIS) વિકસાવી હતી. આ સિસ્ટમના ઉપયોગથી તમામ ગુનેગારોના ડેટા એક જ સ્થળે સંગ્રહી શકાશે જેના કારણે સાઇબર ક્રાઇમને કાબૂમાં લેવાનું આસાન રહેશે. સાઇબર તપાસને વેગ આપવા AMBIS ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ૬.૫૦ લાખ કરતાં વધુ ફિંગરપ્રિન્ટ ડિજિટલી સંગ્રહિત કરવામાં આવી છે. આ ઉપરાંત હાથની છાપ, રેટિનાનું સ્કૅનિંગ અને અન્ય બાયોમેટ્રિક માહિતી પણ આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને સંગ્રહ કરવામાં આવી છે.

mumbai news tech news maharashtra