International Yoga Day: BMC વૉર્ડ મધ્ય વૉર્ડે શિવ યોગ કેન્દ્રની કરી શરૂઆત

21 June, 2022 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ યોગ કેન્દ્ર સોમવારથી મંગળવારે સવારે સાતથી આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. યોગ શીખવવા માટે પ્રશિક્ષકોની નિયુક્તિ કરી દેવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે મુંબઈના નાગરિકોને મુંબઈમાં યોગ શીખવવામાં આવશે. મુંબઈ નગર નિગમ (BMC)ના બધા 24 પ્રશાસનિક વિભાગોમાં જૂન 2022થી શિવ યોગ કેન્દ્ર શરૂ થવાના હતા. જેના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં કાલે વૉર્ડ આરસી (R Central)માં એક યોગ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

આ યોગ કેન્દ્ર સોમવારથી મંગળવારે સવારે સાતથી આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. યોગ શીખવવા માટે પ્રશિક્ષકોની નિયુક્તિ કરી દેવામાં આવી છે.

આ માટે ઓછામાં ઓછા 30 નાગરિકોના એક સમૂહ દ્વારા નક્કી કરાયેલ પ્રક્રિયા પ્રમાણે પોતાના વિભાગની ઑફિસમાં અરજી કરવાની આશા રાખવામાં આવે છે. આ યોગ કેન્દ્રો માટે બજેટમાં 25 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મુંબઈમાં કુલ 200 શિવ યોગ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. પહેલા ચરણમાં આમાંથી 100 કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ માટે પ્રશિક્ષકોની એક પેનલ પણ બનાવવામાં આવશે.

ઇચ્છુક નાગરિકોના એક સમૂહ માટે એક સમૂહ હશે. સાથે જ જે સમૂહોમાં શિવ યોગ કેન્દ્ર, હૉલ, સમાજ મંદિર હૉલ વગેરે માટે ખુલા સ્થાનની સુવિધા છે, જો તેમનો પ્રમુખતાથી ઉલ્લેખ કરવામાં આવે છે તો તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ સ્થળ પાર્ક, મેદાન, સ્કૂલ હૉલ કે સામાજિક કલ્યાણ કેન્દ્ર વગેરે જેવા સમન્વય કે સ્થાન આપીને નિઃશુલ્ક આપવામાં આવશે. શિવ યોગ કેન્દ્રની તૈયારી, ક્રિયાન્વયન તેમજ પર્યવેક્ષણની જવાબદારી જન સ્વાસ્થ્ય વિભાગની હશે. લોક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતી  પ્રમાણે પસંદ થનારા યોગ પ્રશિક્ષણ સંસ્થાનને વિભાગીય યોગ કેન્દ્રમાં પ્રશિક્ષિત તેમજ અનુભવી યોગ પ્રશિક્ષકને રાખવા જરૂરી રહેશે જે યોગ શિક્ષત 5 દિવસ સુધી હાજર રહે.

સંસ્થાન દ્વારા રાખવામાં આવેલ યોગ શિક્ષકને યોગ્ય પ્રશિક્ષણ આપવા નક્કી કરાયેલ શિવ યોગ કેન્દ્રમાં નિયમિત તેમ જ સમયસર હાજર રહેવા માટે જવાબદાર રહેશે. ઓછામાં ઓચા 30 નાગરિકોના સમૂહ માટે એક `શિવ યોગ કેન્દ્ર` શરુ કરવામાં આવસે, એક સમૂહ માટે યોગ શિક્ષણનો સમય 3 મહિના હશે અને શિક્ષણનો સમય દરરોજ એક કલાક રહેશે. 5 દિવસ માટે સવારે 6 વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી કામ કરશે.

Mumbai mumbai news yoga international yoga day brihanmumbai municipal corporation