BJP દેખાવ સુધારવા, તો સેના-વિરોધી પક્ષો અસ્તિત્વ ટકાવવાનો પ્રયાસ કરશે

22 September, 2019 01:57 PM IST  |  મુંબઈ ડેસ્ક

BJP દેખાવ સુધારવા, તો સેના-વિરોધી પક્ષો અસ્તિત્વ ટકાવવાનો પ્રયાસ કરશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : (પી.ટી.આઇ.) ચૂંટણી પંચે મહારાષ્ટ્ર ‌વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી હોવાથી રાજ્યમાં સત્તાધારી બીજેપી પોતાનો દેખાવ સુધારવાનો તો શિવસેના અને વિરોધી પક્ષો રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરશે. સત્તાધારી પક્ષ સામે ટક્કર લેવા માટે એનસીપીના નેતા શરદ પવાર માટે મુશ્કેલ બની શકે છે, કારણ કે એમના પક્ષના અનેક ધુરંધર આગેવાનો બીજેપી કે સેનામાં સામેલ થયા છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં બીજેપી રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી ૨૦૧૪માં મેળવેલી ૧૨૨ બેઠકનો આંકડો આગળ વધારવાનો પ્રયાસ કરશે. વિદર્ભ, મરાઠવાડા અને મુંબઈમાં કૉન્ગ્રેસની સ્થિતિ નબળી પડી હોવાનો લાભ બીજેપીને મળી શકે છે. બીજી તરફ એનસીપી પણ પશ્ચિમ મહારાષ્ટ્રમાં પોતાની મજબૂત હાજરીને બચાવવા સંઘર્ષ કરતી દેખાઈ રહી છે.
આ સિનારિયામાં બીજેપીને બાદ કરતાં શિવસેના અને વિરોધ પક્ષો રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ચૂંટણીના મેદાનમાં ઊતરશે.

national news Gujarat BJP bharatiya janata party shiv sena