ગેરકાયદે ફોરેક્સ ટ્રેડ સેન્ટરનો પર્દાફાશ, મૅનેજરની ધરપકડ

17 January, 2019 09:35 AM IST  | 

ગેરકાયદે ફોરેક્સ ટ્રેડ સેન્ટરનો પર્દાફાશ, મૅનેજરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

અંધેરી (ઈસ્ટ)માંથી ચલાવવામાં આવી રહેલા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડ સેન્ટરનો પર્દાફાશ કરીને એના મૅનેજર અનુપ રામની મંગળવારે ધરપકડ કરી હોવાનું MIDC પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. અગ્રણી ફોરેક્સ ટ્રેડિંગ કંપની તરીકે જાણીતી આ વેબસાઈટ વિશ્વનાં અનેક શહેરોમાં ઑફિસ ધરાવે છે. સૂચિત ટ્રેડ સેન્ટરમાં કામ કરનારા મૅનેજર ઉપરાંત છ પુરુષ અને એક મહિલા કર્મચારી પાસે કોઈ દસ્તાવેજો કે ફોરેક્સ ટ્રેડિંગ બિઝનેસ ચલાવવાનું લાઇસન્સ નહોતું.

આ પણ વાંચો: પાલઘર: હાઈકોર્ટે ત્રણ સ્ટુડન્ટ્સની મૃત્યુની તપાસનો રિપોર્ટ માંગ્યો

MIDC પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેઓ છેલ્લા થોડા સમયથી જ ફોરેક્સ ટ્રેડિંગ ચલાવી રહ્યા હતા. અત્યાર સુધીમાં તેમણે અનેક લોકોને છેતર્યા છે. મંગળવારે પાડવામાં આવેલા દરોડામાં અમે આઠ લૅપટૉપ, ૧૨ મોબાઇલ, ચાર લાખ રૂપિયા રોકડા અને અન્ય ઉપકરણો જપ્ત કયાર઼્ હતાં.’

andheri mumbai crime news