સરકારે મુંબઈ યુનિવર્સિટીને 27.98 કરોડ અનુદાન ચૂકવવાનું બાકી

27 October, 2019 01:33 PM IST  |  મુંબઈ

સરકારે મુંબઈ યુનિવર્સિટીને 27.98 કરોડ અનુદાન ચૂકવવાનું બાકી

મુંબઈ યુનિવર્સિટી

દિવંગત બાળાસાહેબ ઠાકરે ટીચિંગ, નૅશનલ હાયર એજ્યુકેશન પ્રોગ્રામ, મુંબઈ ઇકૉનૉમિક્સ, પબ્લિક પૉલિસી અને પ્રોજેક્ટ માય મરાઠી વગેરે પ્રોજેક્ટ યોજનાનું ભંડોળ સરકાર પાસેથી મળવાના ૬૫.૧૨ કરોડ રૂપિયાના અનુદાન પૈકી ૨૭.૯૮ કરોડ સરકાર પાસેથી લેવાના બાકી હોવાની માહિતી અધિકાર કાયદા હેઠળ જાણવા મળી છે.

આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ મુંબઈ યુનિવર્સિટી પાસેથી મહારાષ્ટ્ર શાસન તરફથી મળનારાં વિવિધ અનુદાનની માહિતી માગી હતી. મુંબઈ યુનિવર્સિટીના ફાઇનૅન્સ ઍન્ડ અકાઉન્ટિંગ વિભાગે આપેલી માહિતી અનુસાર અકાઉન્ટિંગ તેમ જ ડેવલપમેન્ટ માટે ૬૩.૩૨ કરોડનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું, પણ એમાંથી ૩૫.૮૨ કરોડ અનુદાન જ પ્રાપ્ત થયું હોવાથી ૨૭.૯૮ કરોડનું અનુદાન યુનિવર્સિટીને સરકાર તરફથી આવવાનું બાકી છે.

આ પણ વાંચો : કૌન બનેગા સીએમ?

સોશ્યલ ક્લાસ અંતર્ગત મહિલા વસ્તીગૃહ માટે ૧૦ કરોડ રૂપિયા, રત્નાગિરિ ડૉ. બાબાસાહેબ આંબેડકર કૉલેજ માટે ૧.૭૯ કરોડ, સિંધુદુર્ગ ખાતે વિજયાલક્ષ્મી કૉલેજ માટે ૯૧.૫૭ લાખ વગેરે માટે સરકાર તરફથી યુનિવર્સિટીને ૬૫.૧૨ કરોડનું અનુદાન પ્રાપ્ત થવાનું હતું, પણ સરકાર તરફથી ૨૯.૯૮ કરોડનું અનુદાન યુનિવર્સિટીને લેવાનું હજી બાકી છે.

mumbai university aaditya thackeray maharashtra