પ્રજાસત્તાક​ દિનથી મુંબઈ પોલીસ ઘોડા પર પણ પૅટ્રોલિંગ કરતી દેખાશે

28 December, 2019 02:02 PM IST  |  Mumbai | Anurag Kamble

પ્રજાસત્તાક​ દિનથી મુંબઈ પોલીસ ઘોડા પર પણ પૅટ્રોલિંગ કરતી દેખાશે

મુંબઈ પોલીસ ઘોડા પર પણ પૅટ્રોલિંગ

બ્રિટિશ કાળમાં એટલે કે આઝાદી પહેલાં મુંબઈમાં પોલીસ ઘોડા પર સવાર થઈને પૅટ્રોલિંગ કરતી હતી, એવો નજારો ફરી એક વખત મુંબઈગરાઓને જોવા મળ‍શે. પ્રજાસત્તાક દિનથી ફરી મુંબઈ પોલીસની એક ટુકડી ઘોડા પર સવાર થઈને પૅટ્રોલિંગ કરતી નજરે પડશે.

આઝાદીનાં ૧૭ વર્ષ પહેલાં જ ૧૯૩૦માં એ પ્રકારનું પૅટ્રોલિંગ બંધ કરી દેવાયું હતું, પણ મુંબઈના હાલના રાજ્યના પોલીસ વડા સુબોધ જયસ્વાલે તેની ઉપયોગિતા સમજી ફરી એક વખત ઘોડા પર સવાર પોલીસનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. જ્યાં બહુ જ ગિરદી હોય ત્યાં ઘોડા પર સવાર થયેલી પોલીસને પૅટ્રોલિંગ કરવું આસાન રહે છે. એ ઉપરાંત પર્યટન સ્થળોએ ખાસ કરીને દરિયાકિનારે પણ ઘોડા પર સવાર પોલીસને પૅટ્રોલિંગ કરવું આસાન થઈ પડે છે. સુબોધ જયસ્વાલ ૨૦૧૮માં જ્યારે મુંબઈના પોલીસ કમિશનર હતા ત્યારે જ તેમણે આ બાબતે પગલાં લીધા હતા. આ માટે મહાલક્ષ્મી રેસકોર્સમાંથી ૬ ઘોડા દરેકના રૂપિયા ૫૦,૦૦૦ આપીને ખરીદાયા હતા. મુંબઈ પોલીસ ફોર્સમાં ૩૦ ઘોડાની ટુકડી સામેલ કરવાનું નક્કી થયું છે.

આ પણ વાંચો : દસ વર્ષમાં મુંબઈમાં વાહનોની સંખ્યા થઈ ડબલ

આ માટે ૩૮ ચુનંદા પોલીસ કર્મચારીઓને એ માટેની નાશિકમાં ખાસ ટ્રેઇનિંગ પણ અપાઈ છે. મુંબઈમાં ઘોડાપોલીસની શરૂઆત થયા બાદ અન્ય પુણે, નાશિક અને ઔરંગાબાદમાં પણ તેનું અનુકરણ થશે.

anurag kamble mumbai news mumbai mumbai police