મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોયું એટલે આજે આ પરિસ્થિતિ સર્જાઈ : ખડસે

08 March, 2019 10:56 AM IST  | 

મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોયું એટલે આજે આ પરિસ્થિતિ સર્જાઈ : ખડસે

એકનાથ ખડસે

ચાલીસ વર્ષના કાર્યકાળમાં અનેક પ્રધાનપદ મળ્યાં, પણ મુખ્ય પ્રધાન થવાનું સપનું જોયું અને મુસ્લિમ સમાજનું કામ કર્યું તેથી કોઈ ગુનો ન હોવા છતાં આજે મારી આ પરિસ્થિતિ સર્જાઈ છે.

આવું સ્ટેટમેન્ટ આપીને ભૂતપૂર્વ મહેસૂલપ્રધાન એકનાથ ખડસે સાવદામાં મુસ્લિમ સમાજના એક કાર્યક્રમમાં રોષ ઠાલવી રહ્યા હોય એમ લાગી રહ્યું હતું.

આ પણ વાંચો : અમિત શાહના દાવા પર મને ભરોસો નથી : શરદ પવાર

પ્રધાનપદ પર રહેતાં જાતિ-ધર્મના આધાર પર નહીં પણ મુસ્લિમ સમાજ પાછળ હોવાથી મેં હંમેશાં મુસ્લિમ સમાજની પાછળ ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો છે એમ જણાવીને એકનાથ ખડસેએ કહ્યું હતું કે ‘મુસ્લિમ વકફ બોર્ડ કરોડો રૂપિયાની જમીન કબજામાં કરતું હોવાથી એમાંની એક જમીન પરનું બિલ્ડિંગ તોડી પાડવાની નોટિસ આપી હતી. એ જમીન અંબાણીની નીકળી. એ સમયે કરેલી કાર્યવાહી અમારા પક્ષના અમુક લોકોને ગમી નહોતી. મારા પર એ સમયે અમુક લોકોનું દબાણ પણ હતું. જોકે સામાજિક ભાવનાથી મેં સારાં કામો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે જે જગ્યા પર બેઠા છીએ એ વકફ બોર્ડની જગ્યા છે.’

eknath khadse mumbai news bharatiya janata party