જર્જરિત ઇમારતોનો પુનર્વિકાસ સરળ બનશે

29 August, 2019 01:01 PM IST  |  મુંબઈ | ધર્મેન્દ્ર જોરે

જર્જરિત ઇમારતોનો પુનર્વિકાસ સરળ બનશે

દેવેન્દ્ર ફડણવીસ

ગઈકાલે રાજ્ય સરકારના પ્રધાન મંડળની બેઠકમાં મુંબઈની જર્જરિત ઇમારતોના પુનર્વિકાસની સરળતા માટે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (મ્હાડા)ને કેટલાક અધિકારો આપવા સહિત નિયમોમાં સધિયારા કરવામાં આવ્યા હતા. મુંબઈ શહેરમાં જૂના મકાનો તૂટી પડવાની ઘટનાઓને ધ્યાનમાં લેતાં નબળી પડી ગયેલી ઇમારતોના પુનર્વિકાસનો માર્ગ સરળ બનાવવાના ઉદ્દેશથી કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.

જૂના અને જર્જરિત મકાનોના સમારકામ અને પુનર્વિકાસમાં માલિકો અને ભાડુતોના ઝઘડા તેમજ જગ્યા ખાલી કરવામાં વિલંબ જેવા કારણો સર્વસામાન્ય હોય છે. નિયમોમાં ફેરફારને પગલે ભવિષ્યમાં જો મકાન માલિકો, ભાડુતો કે હાઉસિંગ સોસાયટીઓ સમયસર પુનર્વિકાસની કાર્યવાહી હાથ ન ધરે તો મ્હાડા મહારાષ્ટ્ર ડિઝૅસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ હેઠળ જોખમી ઇમારતોને કબ્જામાં લઈ શકશે.

આ પણ વાંચો : રેલવે સ્ટેશનો પર અંધારી જગ્યાઓ પર લાઈટ મૂકાશે: રેલવે તંત્ર

તે ઉપરાંત મુંબઈના જે નાગરિકો ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવા ઉત્સુક હોય એમને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ પણ આપવામાં આપવાની જોગવાઈને પ્રધાન મંડળે બહાલી આપી હતી. એ નિયમથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ(નગર પાલિકાઓ, ગ્રામ પંચાયતો), હાઉસિંગ સોસાયટીઝ અને હોટલ્સને લાભ થવાની શક્યતા છે. ગઈ કાલના કૅબિનેટના નિર્ણયોમાં મુંબઈને વધુ એક વિશ્વવિદ્યાપીઠ હૈદરાબાદ (સિંધ) નૅશનલ કૉલેજિયેટ યુનિવર્સિટી પણ પ્રાપ્ત થઈ છે.

devendra fadnavis mumbai news maharashtra brihanmumbai municipal corporation