ફડણવીસનું ટ્વિટર હૅન્ડલ હવે ઓળખાશે 'મહારાષ્ટ્ર સેવક' નામે

14 November, 2019 11:14 AM IST  |  Mumbai

ફડણવીસનું ટ્વિટર હૅન્ડલ હવે ઓળખાશે 'મહારાષ્ટ્ર સેવક' નામે

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તેમની ઓળખ બદલીને ‘મહારાષ્ટ્ર સેવક’ કરી છે. ફડણવીસના ટ્વિટર હૅન્ડલની ઓળખ ‘ચીફ મિનિસ્ટર ઑફ મહારાષ્ટ્ર’ હતી. ગયા અઠવાડિયે બીજેપીએ સરકાર રચવાની સ્થિતિમાં નહીં હોવાની જાહેરાત કર્યા પછી એ ઓળખ બદલીને ‘કૅરટેકર ચીફ મિનિસ્ટર’ કરી હતી અને રાષ્ટ્રપતિ શાસન સ્થપાયા પછી ગઈ કાલે તેમણે ટ્વિટર હૅન્ડલ સાથે મહારાષ્ટ્ર સેવક નામ જોડ્યું હતું. 

આ પણ વાંચો : શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની સત્તાની નવી ફૉર્મ્યુલા તૈયાર?

પાંચ વર્ષની મુદત એકધારી પૂરી કરનારા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનોમાં વસંતરાવ નાઈક પછી દેવેન્દ્ર ફડણવીસનું નામ નોંધાયું છે. વસંતરાવ નાઈકે ૧૯૬૩થી ૧૯૭૫ સુધી સાડાઅગિયાર વર્ષ મુખ્ય પ્રધાનપદ સંભાળ્યું હતું અને એમાં પાંચ વર્ષની બે મુદતો કોઈ પણ વિક્ષેપ વગર પૂરી કરી હતી.

mumbai news devendra fadnavis