ટોળાં દ્વારા એક વ્યક્તિ પર હુમલાની પ્રવૃત્તિ અમાનવીયઃ દેવેન્દ્ર ફડણવીસ

02 September, 2019 03:10 PM IST  | 

ટોળાં દ્વારા એક વ્યક્તિ પર હુમલાની પ્રવૃત્તિ અમાનવીયઃ દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ટોળાં દ્વારા વ્યક્તિ પર હુમલાની પ્રવૃત્તિને અમાનવીય ગણાવતાં જણાવ્યું હતું કે કોઈ પણ કારણસર ટોળાંની હિંસકતા ગેરકાયદેસર છે અને એવી ઘટનાઓમાં સંડોવાયેલા લોકોની સામે કડક પગલાં લેવામાં આવશે. બીજેપીની ‘મહાજનાદેશ યાત્રા’ના ભાગરૂપે મરાઠવાડા પ્રાંતના લાતુર જિલ્લામાં પહોંચેલા ફડણવીસે મોબ લિન્ચિંગને અનૈતિક ગણાવ્યું હતું.

આ પણ વાંચો: Colour Blindnessનો શિકાર છે ઝુકરબર્ગ, એટલે ફેસબુકનો રંગ છે બ્લ્યૂ

‘તમે હિન્દુત્વવાદી પક્ષનું પ્રતિનિધિત્વ કરો છો. સારા વરસાદ માટે યજ્ઞો કરવા માટે સરકારની નાણાકીય સહાયની જોગવાઈની વિચારણા કરો છો?’ એવા સવાલના જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે ‘હું વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હિન્દુત્વવાદી છું. અવારનવાર દુકાળનો સામનો કરતા મરાઠવાડામાં વાદળાં પર રસાયણો છાંટીને કૃત્રિમ વરસાદ પાડવા ક્લાઉડ સીડિંગની માગણીઓ કરવામાં આવી છે, પરંતુ ચાર-પાંચ દિવસથી મરાઠવાડા પ્રાંતમાં સારો વરસાદ પડતો હોવાથી અહીં એ પ્રકારના પ્રયાસની જરૂર જણાતી નથી.’

mumbai news gujarati mid-day