ડૉ. તડવીના મોત બદલ દોષી ડૉક્ટરોએ કહ્યું, કામના બોજને લીધે કરી આત્મહત્યા

28 May, 2019 11:45 AM IST  |  મુંબઈ | રૂપસા ચક્રવર્તી

ડૉ. તડવીના મોત બદલ દોષી ડૉક્ટરોએ કહ્યું, કામના બોજને લીધે કરી આત્મહત્યા

ડૉ. પાયલ તડવી

પોસ્ટ ગ્રૅજ્યુએટ ગાયનેકૉલૉજીની સ્ટુડન્ટ ડૉ. પાયલ તડવીને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો જેમના પર આરોપ મુકાયો છે તે ત્રણે સિનિયર્સે મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સે - માર્ડને પત્ર લખીને આ બનાવમાં તેમની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો કર્યો છે. ડૉ. તડવીને તેમની પછાત જાતિ માટે માનસિક ત્રાસ આપી હેરાન કરતાં હોવાનો આ સિનિયર્સ પર આરોપ છે.

પાયલ તડવી ૨૨ માર્ચે તેના રૂમમાં ગળાફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોવા મળી હતી, તે જ દિવસથી ડૉ. હેમા આહુજા, ડૉ. ભક્તિ મેહેરે અને ડૉ. અંકિતા ખંડેલવાલ ગાયબ છે. ૨૫ મેએ તેમણે માર્ડને પત્ર લખીને ડૉ. તડવીની આત્મહત્યા માટે હૉસ્પિટલમાં કામનો ભાર જવાબદાર હોવાનું ગણાવી આ સંબંધે વિગતે તપાસ હાથ ધરવાની માગણી કરી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે રેસિડન્સ ડૉક્ટરો પર કામનો કેટલો ભાર હોય છે તે સહુ જાણે છે. જો કામના બોજને રેગિંગ ગણવામાં આવે તો બધા જ ડૉક્ટરોએ રેગિંગની ફરિયાદ કરવી જોઈએ.

આ પણ વાંચો : વસઈ-વિરારમાં સ્કૂલ-ક્લાસિસમાં ભણતા હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

શું હૉસ્પિટલ ડૉક્ટર્સને આરોપી માને છે એવા ‘મિડ-ડે’ના પ્રશ્નનો જવાબ આપતાં નાયર હૉસ્પિટલના ડીન ડૉ. રમેશ ભારમલે જણાવ્યું હતું કે ‘જ્યાં સુધી ત્રણે ડૉક્ટરો નાસતા ફરશે ત્યાં સુધી તેમને દોષી માનવામાં આવશે.’

mumbai mumbai news nair hospital