મુૂંબઈ: સ્ટ્રેસ દૂર કરવા યુવતીઓની છેડતી

20 February, 2019 11:18 AM IST  |  મુલુંડ

મુૂંબઈ: સ્ટ્રેસ દૂર કરવા યુવતીઓની છેડતી

વીરેન શાહ

ઘરેથી સૂટ-બૂટ પેહરી અપટુડેટ થઈને નીકળતો યુવક રસ્તા પર સ્કૂલ, કૉલેજ અને નોકરી પર જતી યુવતીઓની છેડતી કરતો હતો. વીરેન શાહ નામના આ યુવકની ધરપકડ ગયા શુક્રવારે નવઘર પોલીસે કરી હતી. રિમાન્ડ દરમ્યાન વીરેને આવું કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘હું સ્ટ્રેસમાં હતો તેથી આવું કરતો હતો.’

૩૮ વર્ષનો વીરેન શાહ થાણેમાં રહેતો હતો તેમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરે પુષ્પરાજ સૂર્યવંશીએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘વીરેન થાણેના એક મૉલમાં સેલ્સમૅન તરીકે કામ કરતો હતો. થાણેના ચરઇથી ઘાટકોપર તરફ જતી વખતે રસ્તામાં એકલી જતી છોકરીઓ અને મહિલાઓને સ્પર્શ કરી તેમની છેડતી કરતો હતો. વીરેન હેલ્મેટ પહેરીને બાઇક ચલાવતો હોવાથી તેની ઓળખ થતી નહોતી. છેલ્લા ૧૨ મહિનાથી તેની વિરુદ્ધ અમારી પાસે બે ફરિયાદો આવી હતી. પોલીસે તેની શોધખોળ ચાલુ કરતાં તેણે પોતાનો રસ્તો બદલી લીધો હતો. ત્યાર બાદ કોપરી પોલીસ-સ્ટેશનમાં પણ વીરેન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. CCTV ફુટેજ ચકાસી આરોપીની ઓળખાણ કરવામાં આવી અને ગયા શુક્રવારે ધરપકડ કરાઈ હતી. રિમાન્ડ દરમ્યાન આરોપીએ કબૂલ્યું હતું કે તે સ્ટ્રેસ દૂર કરવા આવું કારસ્તાન કરતો હતો.’

આ પણ વાંચો : યુતિ જનતા માટે નહીં, માતોશ્રીના સ્વાર્થ માટે થઈ : નારાયણ રાણે

વીરેન શાહની કસ્ટડી હાલ કોપરી પોલીસને સોંપવામાં આવી છે. વીરેન વિવાહિત છે અને તેને ૧૦ વર્ષનો દીકરો પણ છે.

mulund Crime News mumbai news