કૉંગ્રેસની નજર હતી ઇન્દુ મિલની જમીન પર : દેવેન્દ્ર ફડણવીસ

22 January, 2019 08:53 AM IST  |  મુંબઈ

કૉંગ્રેસની નજર હતી ઇન્દુ મિલની જમીન પર : દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

કૉંગ્રેસ અને NCPની સરકાર સત્તામાં હતી ત્યારે તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક માટે જગ્યા નહોતી ફાળવી એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે BJPના શેડ્યુલ્ડ કાસ્ટ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં એવો આરોપ લગાવ્યો હતો કે ‘કૉંગ્રેસની નજર ઇન્દુ મિલની જમીન અને એમાંથી મળનારી FSI પર હતી અને શહેરની અન્ય મિલોની જગ્યાની જેમ તેઓ આ જગ્યાનો કમર્શિયલ દુરુપયોગ કરવા માગતા હતા.’

કૉંગ્રેસના નેતાઓએ તેમના પૂર્વજોનાં ઘણાં સ્મારકો બનાવ્યાં હતાં તેમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કૉંગ્રેસની નજર ઇન્દુ મિલ અને અન્ય ટેક્સટાઇલ મિલો પર હતી. એથી તેમણે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક માટે જગ્યા નહોતી ફાળવી. દલિત સમાજના લોકો છેલ્લા ઘણા સમયથી ઇન્દુ મિલની જગ્યા માટે માગણી કરી રહ્યા હતા.

આ પણ વાંચો : ફ્લાઇટના સ્ટાફે અમદાવાદથી મુંબઈની જગ્યાએ કલકત્તાના પ્લેનમાં બેસાડી દીધા

કૉંગ્રેસ, NCP અને અન્ય કોઈ પણ પાર્ટીના લોકો જે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામ પર વોટ માગે છે તેમણે ક્યારેય સ્મારક બાંધવા એક ઇંચ જગ્યા ફાળવી નથી, પણ જ્યારે BJP સરકાર સત્તા આવી ત્યારે હું વડા પ્રધાનને મYયો અને સ્મારકની જગ્યા માટે માગણી કરી હતી. તેમણે તાત્કાલિક ટેક્સટાઇલ મિનિસ્ટરને બોલાવી ત્રણ દિવસની અંદર જગ્યાની ફાળવણી કરી હતી.’

devendra fadnavis bharatiya janata party congress