પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં દેવેન્દ્ર ફડણવીસે અષાઢી એકાદશીની મહાપૂજા કરી

13 July, 2019 11:19 AM IST  |  મુંબઈ

પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં દેવેન્દ્ર ફડણવીસે અષાઢી એકાદશીની મહાપૂજા કરી

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે અષાઢી એકાદશીના પ્રસંગે પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીની મહાપૂજા કરી હતી. યાત્રાળુમાંથી વિઠલ ચવાણ અને તેની પત્ની પ્રયાગને મુંબઈથી લગભગ ૩૫૦ કિલોમીટરના અંતરે આવેલા સોલાપુર જિલ્લાના પંઢરપુરસ્થિત ભગવાન વિષ્ણુના મંદિરમાં મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની અમૃતા ફડણવીસ સાથે પૂજાવિધિ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.

ભગવાન વિષ્ણુ પાસે રાજ્ય અને તેમના લોકોની સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી એમ કહેતાં પૂજા પછી પત્રકારો સાથે બોલતાં મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે મેં વિઠોબાને રાજ્યને દુકાળ રહિત બનાવવાના રાજ્ય સરકારના પ્રયાસમાં સફળતા મળે એવા આશીર્વાદ માગ્યા હતા.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

ગયા વર્ષે પૂજામાં ભાગ ન લઈ શક્યા એ યાદ કરતાં તેમણે કહ્યું હતું કે ભગવાન પંઢરપુરની બહાર પણ લોકોનાં ઘરમાં અને દિલમાં વાસ કરે છે. રાજ્યના મુખ્ય પ્રધાને દર વર્ષે પરંપરાગત પૂજામાં હાજરી આપવી અનિવાર્ય છે. જોકે ગયા વખતે ક્વૉટાની માગણી કરતાં મરાઠા જૂથે પૂજામાં વિઘ્નની ધમકી આપતાં મુખ્ય પ્રધાને તેમના નિવાસસ્થાન વર્ષા બંગલામાં જ પૂજા કરી હતી.

devendra fadnavis mumbai