મુંબઈ: પહેલી વખતપુરુષ રૂપે જન્મદિવસ ઊજવ્યો લલિત સાળવેએ

06 June, 2019 11:25 AM IST  |  મુંબઈ | રૂપસા ચક્રવર્તી

મુંબઈ: પહેલી વખતપુરુષ રૂપે જન્મદિવસ ઊજવ્યો લલિત સાળવેએ

લલિત સાળવે

ગયા વર્ષે મુંબઈની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં સેક્સ રિઅસાઇનમેન્ટ સર્જરી કરાવનાર બીડ જિલ્લાના કૉન્સ્ટેબલ લલિત સાળવેએ ગઈ ૨૫ મેએ ૩૧મો જન્મદિવસ ઊજવ્યો હતો. એ જન્મદિવસ અત્યાર સુધીના ૩૦ જન્મ દિવસોથી જુદો હતો. કારણકે અગાઉ ત્રીસ વર્ષ સુધી સ્ત્રી રૂપે એટલે કે લલિતા સાળવે તરીકેની ઓળખ સાથે જન્મદિવસ ઊજવ્યો હતો. આ વખતે પુરુષ રૂપે પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી હતી.

સેક્સ રિઅસાઇનમેન્ટ સર્જરી દ્વારા લલિતની લાંબા વખતની ઇચ્છા પૂરી થતાં ૩૧મા જન્મદિવસની ઉજવણીનો આનંદ પણ અનોખો હતો. ગામના લોકોની આનંદની ચિચિયારીઓ વચ્ચે કૅક કાપતી વેળા લલિતની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. વર્ષોથી કૅક પર લલિતાની જગ્યાએ લલિત લખેલી કૅક કાપી ત્યારે એ પોતે એક વર્ષનો થયો હોવાનો અહેસાસ થયો હતો. બીડથી ફોન પર કહ્યું હતું કે ‘હું ૩૦ વર્ષ સુધી સ્ત્રીના શરીરમાં પુરુષ હતો. પહેલી વખત કૅક પર મારું નામ ‘લલિત’ વાંચ્યું હતું. એક વર્ષથી લોકો મને લલિત કહીને બોલાવતા હતા, પરંતુ ‘હૅપ્પી બર્થ ડે લલિત’ કહ્યું ત્યારે મને એ સંબોધન સારું લાગ્યું. મારો નવો જન્મ થયો અને ખરા અર્થમાં જન્મદિવસ ઊજવાયો.’

આ પણ વાંચો : આ વર્ષે ચોમાસામાં મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે

૨૫ મેએ લલિતના જન્મદિવસે આસપાસના ગામડાં જ નહીં દૂર દૂરના વિસ્તારોથી ફૂલ, ચોખા અને બીજી ભેટસોગાદો લઈને લોકો પહોંચ્યા હતા. કેટલાક લોકોએ ભગવદ ગીતાનાં પુસ્તકો પણ ભેટમાં આપ્યાં હતાં. લોકોને જન્મદિવસની શુભેચ્છા સાથે મળતી વેળા લલિતની આંખોમાંથી આંસુ વહેતા હતા. જેનિટલ રિકન્સ્ટ્રક્શનની એક વર્ષની પ્રક્રિયા પૂરી થયા પછી હૉર્મોનલ મેડિસિન્સથી મૂછો પણ ઊગી છે. હવે એ ખરેખર મૂછોને વળ દઈ શકે છે. હવે તો એ ઇચ્છા પ્રમાણે ફૅશનેબલ દાઢી પણ વધારશે.

beed mumbai news rupsa chakraborty