સુપ્રિયા સુળે આકરા વિરોધ છતાં સમર્થન મેળવી શકશે

01 April, 2019 12:17 PM IST  | 

સુપ્રિયા સુળે આકરા વિરોધ છતાં સમર્થન મેળવી શકશે

સુપ્રિયા સુળે

શરદ પવારનાં દીકરી અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીની બારામતી સીટ પરનાં વર્તમાન સંસદસભ્ય સુપ્રિયા સુળે દેશની રાજનીતિમાં એક જાણીતું નામ છે. તેમની જન્મતિથિ ૩૦ જૂન, ૧૯૬૯ અને જન્મસમય ૧૧ (આશરે) વાગ્યે છે. તેમનું જન્મસ્થાન પુણેમાં છે. તેઓ ઘણીબધી બાબતોને લીધે ચર્ચામાં રહ્યાં છે. પહેલી વખત ૨૦૦૬માં તેઓ રાજ્યસભામાં વરણી પામ્યાં હતાં. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં તેમને વિજય મળ્યો હતો અને એ પછી તેઓ નિરંતર આગળ વધતાં રહ્યાં હતાં. ૩૧ ઑગસ્ટ, ૨૦૦૯માં તેમને વિદેશી બાબતોની સમિતિ, ગ્રામીણ વિકાસ સમિતિનાં સભ્ય નીમવામાં આવ્યાં હતાં. ૨૩ ડિસેમ્બર, ૨૦૦૯માં તેમને મહિલા વિકાસ સમિતિનાં સદસ્ય અને એ પછી ૭ ઑક્ટોબર, ૨૦૦૯માં તેમને આચાર સમિતિનાં સદસ્ય બનાવવામાં આવ્યાં હતાં. આગળ જાણીએ લોકસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં ૨૦૧૯ માટે શું કહે છે તેમની કુંડળી એ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સાવત્થી ર્તીથ-બાવળામાં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયજિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ અજિતચન્દ્રવિજય મહારાજસાહેબની ભવિષ્યવાણીથી જોઈએ.

રાઇટ ટુ ડિસકનેક્ટ બિલથી આવ્યાં ચર્ચામાં

એક રાજનીતિજ્ઞ હોવાની સાથે-સાથે તેઓ અમુક સંસ્થાઓ સાથે પણ જોડાયેલાં છે એટલું જ નહીં, થોડાં વર્ષ પહેલાં સોશ્યલ મીડિયામાં પણ સેલ્ફી વિથ પૉટહોલ્સ અભિયાન સાથે પણ એ ચર્ચામાં રહ્યાં હતાં. રાઇટ ટુ ડિસકનેક્ટ બિલમાં એવી જોગવાઈ છે કે કાર્યસમય પછી પણ જો કંપની કર્મચારીને ફોન કરે તો કર્મચારી ફોન ડિસકનેક્ટ કરી શકે છે. આવો ખરડો રજૂ કરનાર સુપ્રિયા સુળે વિશે ચર્ચા કરવી તો જોઈએ જ.

વ્યાવહારિક જીવનમાં અને રાજનીતિમાં છે ઊંચા ઊઠવાની ક્ષમતા

સુપ્રિયા સુળેની કુંડળીના વિfલેષણથી એવું જાણવા મળે છે કે તે સિંહ લગ્નમાં જન્મ્યાં છે અને લગ્નનો સ્વામી સૂર્ય કુંડળીના લાભના ભાવ એટલે કે ૧૧મા ઘરમાં સ્થિત છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ પ્રભાવને કારણે તેમનામાં વ્યાવહારિક જીવનમાં અને રાજનીતિમાં ઘણી ઊંચાઈ પર પહોંચવાની ક્ષમતા છે. એ સાથે તેમનામાં પ્રભાવશાળી સંપર્કશક્તિ મેળવવાની ક્ષમતા છે. સૂર્ય તેમને જવાબદાર, ઉદાર, વ્યાપક માનસિકતા ધરાવનાર બનાવે છે. તેઓ શક્તિશાળી બનવા કરતાં વધુ લોકપ્રિય બનવાનું પસંદ કરે છે અને તેમની આ જ વાત તેમને મતદાતાઓ વચ્ચે લોકપ્રિય બનાવે છે.

કુંડળીમાં મંગળ બનાવે છે રાજયોગ

કુંડળીની ચર્ચા કરીએ તો યોગકારક મંગળ ચોથા ભાવમાં છે અને દસમા ભાવને જુએ છે, જે એક મજબૂત રાજયોગ છે અને સફળતા, પ્રસિદ્ધિ અને પ્રભાવશાળી સ્થિતિ પ્રદાન કરે છે. એમ જોવા જઈએ તો શનિ કમજોર રાશિમાં છે, પણ કેન્દ્રમાં મંગળની સ્થિતિને કારણે એની દુર્બળતાનો પ્રભાવ ખતમ થઈ ગયો છે. આ તેમને મજબૂત નેતૃત્વક્ષમતા પણ પ્રદાન કરે છે.

વિરોધ છતાં સમર્થન મેળવવામાં સફળ રહેશે

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો સુપ્રિયા સુળે રાહુની મહાદશા અને મંગળ ભક્તિના પ્રભાવમાં છે. મંગળની મજબૂત અવધિ બતાવે છે કે વર્તમાન ચૂંટણીમાં તે વધુ મહત્વની ભૂમિકા બજાવશે. એવામાં ગુરુની યુતિ બતાવે છે કે તેઓ આસાનીથી ટિકિટનાં એક મોટાં દાવેદાર થઈ શકે છે. એટલું જ નહીં, મતદાતાઓની નસ ઓળખવામાં પણ તેઓ સક્ષમ થશે. સાથે તેમની મહેનત અને પ્રમુખતાને પણ મહેસૂસ કરી શકીશું. તેમનું કરિશ્માઈ વ્યક્તિત્વ અને મજબૂત નેતૃત્વક્ષમતા તેમની પાર્ટીને આગામી લોકસભા ચુનાવ ૨૦૧૯માં સમર્થન મેળવવામાં મદદ કરશે. જોકે તેઓ સાડાસાતીના મધ્ય ચરણથી પસાર થઈ રહ્યાં છે. સાથે જ શનિ અને કેતુના ધનુમાં ગોચરને લીધે સુપ્રિયા સુળે માટે થોડી પરેશાની ઊભી કરી શકે છે. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે તેઓ મતદાતાનું સમર્થન મેળવવામાં સફળ થશે અને મુશ્કેલ પ્રતિસ્પર્ધા વચ્ચે પણ વિરોધીઓ સામે જીત મેળવવામાં સક્ષમ રહેશે.

supriya sule mumbai news sharad pawar congress