સીસીટીવી પ્રાઇવસી છીનવી લે છે એવી પોલીસોની ફરિયાદ

06 November, 2019 11:33 AM IST  |  Mumbai | Diwakar Sharma, Samiullah Khan

સીસીટીવી પ્રાઇવસી છીનવી લે છે એવી પોલીસોની ફરિયાદ

વિનોય ચૌબે

શહેરનાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કૅમેરાની ચકાસણીની ‘મિડ-ડે’ની ઝુંબેશના પ્રથમ દિવસને પગલે, જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) વિનોય ચૌબેએ સીસીટીવી પરની સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન થાય છે કે કેમ એ વિશે એક સપ્તાહની અંદર તમામ ઝોનલ ડૅપ્યુટી કમિશનર્સ ઑફ પોલીસ પાસેથી સમીક્ષા મગાવી છે.

ગઈ કાલે ‘મિડ-ડે’એ લીધેલી મુલાકાત પૈકીનાં મોટા ભાગનાં પોલીસ સ્ટેશનોમાં પૂછપરછ માટેના રૂમની નજીક ક્યાંયે સીસીટીવી કૅમેરા ન હતા.

ઝોનલ ડીસીપીને ગોઠવવામાં આવેલા સીસીટીવી પોલીસ સ્ટેશનના સમગ્ર પરિસરને આવરી લે છે કે કેમ એની તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે એમ એક આઇપીએસ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

તાજેતરમાં જ વડાલા ટીટી પોલીસ સ્ટેશનમાં લૉક-અપની અંદર ૨૬ વર્ષના વિજય સિંઘની કસ્ટોડિયલ ડેથ બાદ સીસીટીવી કૅમેરાનો ફિયાસ્કો સામે આવ્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન શહેરની ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે વડાલા ટીટી પોલીસ સ્ટેશને સુપ્રીમ કોર્ટના ૨૦૧૫ના ચુકાદાની અવજ્ઞા કરી હતી, કારણ કે એના પરિસરમાં સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા ન હતા.

સુપ્રીમના ચુકાદા પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૪માં રાજ્યને પ્રત્યેક પોલીસ સ્ટેશનના દરેક રૂમ, કૉરિડોર અને લૉક-અપમાં ગતિશીલ (રોટેટિંગ) કૅમેરા સાથે સીસીટીવી તાકીદે ગોઠવવાનો અને તેમની જાળવણી કરવાનો આદેશ આપ્યો હતો જેથી પોલીસ સ્ટેશનનો દરેક ભાગ ૨૪ કલાક આવરી શકાય તથા સીસીટીવીની ટેપનો ઓછામાં ઓછા એક વર્ષ સુધી સંગ્રહ કરવો
અને સીસીટીવી કાર્યરત છે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વરિષ્ઠ પોલીસ અધિકારીની રહેશે.

આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવેએ કરી મોટી કાર્યવાહી : 46 દલાલની ધરપકડ કરી

આ અંગે એક પીએસઆઇએ જણાવ્યું હતું કે “અમારે કલાકો સુધી ઑફિસમાં બેઠા રહેવું પડે છે. દરેક કાર્યવાહી રેકૉર્ડ થાય છે અને સિનિયર પીઆઇની ઑફિસની અંદર કન્ટ્રોલ રૂમમાં એ જોવામાં આવે છે અને જો સિનિયર ઇન્સ્પેક્ટર મહિલા હોય, તો એ સંકોચની બાબત બની રહે છે, કારણ કે અમારે અમારો યુનિફોર્મ બદલવા માટે પડદાની પાછળ સંતાઈ જવું પડે છે, પરંતુ અમારે અદાલતના આદેશનું પાલન કરવું પડે છે અને અમે એને અનુસરી રહ્યા છીએ.”

mumbai police mumbai news khar supreme court