પહેલા ધોરણમાં ઍડ્મિશન માટે યુનિફૉર્મ એજ લાગુ કરાવો: વિનોદ તાવડે

09 February, 2019 08:15 AM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

પહેલા ધોરણમાં ઍડ્મિશન માટે યુનિફૉર્મ એજ લાગુ કરાવો: વિનોદ તાવડે

વિનોદ તાવડે

મહારાષ્ટ્ર સિવાય દેશનાં તમામ રાજ્યોની સ્કૂલોમાં પહેલા ધોરણમાં બાળકના પ્રવેશ માટેની વય પાંચ વર્ષ છે, પણ મહારાષ્ટ્રમાં ૬ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ મળે છે. એથી રાજ્યના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ ઍડ્મિશન માટે યુનિફૉર્મ એજ લાગુ કરવા કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. વિનોદ તાવડે પાસે મહારાષ્ટ્રમાંથી અનેક વાલીઓની ફરિયાદ મળી હતી. મહારાષ્ટ્રમાં પહેલા ધોરણમાં ઍડ્મિશન માટેની ઉંમર ૬ વર્ષ અને અન્ય રાજ્યોમાં પાંચ વર્ષ હોવાથી વાલીઓને બાળકોના ઍડ્મિશન માટે અગવડ પડે છે.

આ પણ વાંચો : 6 વર્ષની સરખામણીમાં આજે રાત્રે સૌથી ઓછું તાપમાન નોંધાઈ શકે છે

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે રવીન્દ્ર દેશપાંડે નામના વાલી તેમના ૧૦ વર્ષના દીકરા માટે ઍડ્મિશન લેવા શહેરની સૈનિક સ્કૂલમાં ગયા હતા, પણ પાંચમા ધોરણમાં ઍડ્મિશન માટે એક વર્ષ ઓછી ઉંમર હોવાથી રવીન્દ્રના દીકરાને ઍડ્મિશન મળ્યું નહોતું. દેશપાંડેએ આ ઘટના બાદ યુનિફૉર્મ એજ માટે ઑનલાઇન પિટિશન દાખલ કરી હતી. દેશપાંડે જેવા સેંકડો વાલીઓ છે જેમની ફરિયાદ છે કે તેમનાં બાળકો એક વર્ષ મોડાં હોવાથી ઘણી તકો ગુમાવી બેસે છે.

vinod tawde maharashtra mumbai news