લખપતિ ભિખારી કેસ : અમે જાણીએ છીએ કે પુત્રો શા માટે આવ્યા છે

10 October, 2019 11:08 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

લખપતિ ભિખારી કેસ : અમે જાણીએ છીએ કે પુત્રો શા માટે આવ્યા છે

બિરાડીચંદના પુત્રો તેના પડોશીઓથી ઘેરાયેલા છે

ઉંમરનો સાતમો દાયકો ગુજારનારો એક ભિખારી ગોવંડી અને માનખુર્દ વચ્ચેની હાર્બર લોકલ નીચે કચડાઈ ગયો હતો. જ્યારે તેને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયો ત્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વાશી સરકારી રેલવે પોલીસ (જીઆરપી)એ મૃતકની બિરડીચંદ આઝાદ તરીકે ઓળખ કરી હતી.

ઘટનાસ્થળેથી મળેલા ઓળખ કાર્ડના આધારે પોલીસ પાટાની બાજુમાં આવેલી તાતાનગર, ગોવંડી ખાતેની ઝૂંપડપટ્ટી પહોંચી હતી.

ઘરની તપાસ કરતાં જીઆરપીને ૧.૭૭ લાખના ચલણી સિક્કા તથા ૮.૭૭ લાખ રૂપિયાની કિંમતની એફડીના દસ્તાવેજો મળી આવ્યા હતા. જીઆરપીએ આઝાદના પુત્રોને બોલાવતાં તમામ ગઈ કાલે રાતે વાશી રેલવે પોલીસ સ્ટેશન હાજર થયા હતા.

ગઈ કાલે આઝાદનો પુત્ર પિતા રહેતા હતા એ સ્થળે પહોંચ્યો હતો. એ સાથે જ પાડોશીઓ આઝાદના પાંચ પૈકીના એક પુત્રને જોવા એકઠા થયા હતા. ‘હું છેલ્લાં ૩૫ વર્ષથી આઝાદનો મિત્ર હતો. તેણે તેના પુત્ર, પરિવાર ઉપરાંત અટકનો પણ અસ્વીકાર કર્યો હતો. ૧૫ વર્ષ પહેલાં જ્યારે તેનો પુત્ર સાવરમલ મારા ઘરે આવ્યો હતો ત્યારે આઝાદ મારા ઘરમાં ભાડૂઆત તરીકે રહેતો હતો, ત્યારે તેણે તેને ઓળખવાનો ઇનકાર કર્યો હતો અને તેને બહાર કાઢી મૂકવા જણાવ્યું હતું. એમ છતાં મેં સાવરમલને થોડા દિવસો રહેવા જણાવ્યું હતું, પણ આઝાદે તેના પુત્ર પર પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. સાવરમલ જતો રહ્યો અને કદી પરત ન ફર્યો’ એમ હાફિઝ ચાચાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈના વાશી રેલવે સ્ટેશન પર અચાનક આગ લાગતાં આખું સ્ટેશન ખાલી કરાવાયું

અન્ય એક પાડોશી સઇદા બીબીએ જણાવ્યું હતું કે ‘તેઓ (આઝાદ) વૃદ્ધ થયા હોવાથી ગમે ત્યારે ગુસ્સે થઈ જતા છતાં તેઓ પ્રેમાળ અને વિશ્વાસપાત્ર વ્યક્તિ હતી. અમે નહોતા જાણતા કે તેઓ એક ભર્યો-ભાદર્યો પરિવાર ધરાવતા હતા.’

anurag kamble mumbai news govandi