આરે ફોરેસ્ટ પ્રોટેસ્ટઃ બૉમ્બે હાઈકોર્ટે રોક લગાવવાનો કર્યો ઈન્કાર

05 October, 2019 05:32 PM IST  |  મુંબઈ

આરે ફોરેસ્ટ પ્રોટેસ્ટઃ બૉમ્બે હાઈકોર્ટે રોક લગાવવાનો કર્યો ઈન્કાર

આરે કૉલોની

મુંબઈના ગોરેગાંવમાં આવેલી આરે કૉલોનીમાં લાગેલા વૃક્ષોને કાપવા માટેના આદેશ પર રોક લગાવવાથી બૉમ્બે હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. કેટલાક એક્ટિવિસ્ટોએ શનિવારે બૉમ્બે હાઈકોર્ટમાં એક નવી અપીલ દાખલ કરી વૃક્ષ કાપવાના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. ત્યાં જ વિરોધ કરી રહેલા 29 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી બોરીવલી કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ગોરેગાંવના આરે ફૉરેસ્ટમાં વૃક્ષો કાપવાના મામલે શુક્રવારે જ્યારે વૃક્ષ કાપવાનું શરૂ કરવામાં આવ્યા ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યું. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીને શનિવારે આરે ફૉરેસ્ટમાં વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તેમની અટકાયત કરી.


પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હી મેટ્રોનું ઉદાહરણ આપતા કહ્યું કે વિકાસ અને પ્રકૃતિનું સંરક્ષણ એકસાથે થઈ શકે છે. દિલ્હીમાં પહેલા વૃક્ષોના કાપવાનો વિરોધ થયો હતો, પરંતુ દિલ્હીમાં અત્યારે ત્યાર કરતા વધારે વૃક્ષો લાગેલા છે.

વિધાનસભા ચૂંટણીમાં ગરમાઈ શકે છે મુદ્દો
મુંબઈમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને નજરમાં  રાખીને આરે કૉલોનીમાં વૃક્ષો કાપવાનો મુદ્દો વધારે ગરમાઈ શકે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દા પર તીખી ટિપ્પણી કરતા કહ્યું કે સતામાં આવ્યા બાદ જે લોકો વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે તેમને અમે જોઈ લેશું. અમે તેનો હલ કાઢીશું.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

ચિપકો આંદોલનની યાદો થઈ તાજા
મુંબઈના આરેમાં ચિપકો આંદોલનની યાદો તાજા થઈ ગઈ. અહીં એક સામાજિક કાર્યકર્તા વૃક્ષ સાથે ભેટીને ઉભા રહી ગયા. જણાવી દઈએ કે ચિપકો આંદોલન પર્યાવરણની રક્ષા માટે કરવામાં આવ્યું હતું. આ મામલે પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે અમે આરે ફોરેસ્ટ મામલે આવેલા નિર્ણયનો વિરોધ કરીએ છે. આ મામલે અન્ય વિકલ્પ હતા પણ તેને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.

mumbai aarey colony save aarey