પૌત્રી પાસે ભીખ મગાવવા બદલ ૮૨ વર્ષના વૃદ્ધ અને તેની પત્ની સામે ગુનો નોંધાયો

26 September, 2022 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલી રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ધાગેએ આપી માહિતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સાત વર્ષની પૌત્રીને ભીખ માગવાની ફરજ પાડવા બદલ ૮૨ વર્ષના વૃદ્ધ અને તેની પત્ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું ડોમ્બિવલીની પોલીસે રવિવારે જણાવ્યું હતું. નીલ્યા કાળે અને તેની પત્ની નાશિકા કાળે (૭૨) અહમદનગરના બિટકેવાડીના રહેવાસી છે એમ ડોમ્બિવલી રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ધાગેએ કહ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઑફ બૅગિંગ ઍક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ (કૅર ઍન્ડ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન) ઍક્ટ હેઠળ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દંપતીની હજી ધરપકડ થઈ નથી. દંપતી બાવીસમી સપ્ટેમ્બરે રેલવે બ્રિજ પર બાળકી સાથે દેખાયું હતું. ત્યારે એક રાહદારીએ પોલીસને જાણ કરી હતી.’

પહેલાં પોલીસને આ અપહરણનો કેસ જણાયો હતો, પણ પછીથી બાળકી તેમની પૌત્રી હોવાની જાણ થઈ હતી.

mumbai mumbai news Crime News mumbai crime news dombivli