૬૫ વર્ષના શાંતિલાલ મકવાણા ૧૩ ડિસેમ્બરથી મરીન લાઇન્સથી લાપતા

26 December, 2025 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરીન લાઇન્સ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શાંતિલાલ મકવાણા

મરીન ડ્રાઇવમાં પારસી જિમખાના સામે આવેલા નીલકંઠ-૯૮ બિલ્ડિંગમાંથી ૬૫ વર્ષના શાંતિલાલ મકવાણા ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પુત્ર વિનોદ મકવાણાએ કહ્યું હતું કે ‘૧૩ ડિસેમ્બરે સવારે ૧૧.૨૦ વાગ્યે મારાં મમ્મી અને પપ્પા ચિંચપોકલીથી મારી ઑફિસના બિલ્ડિંગ નીચે આવ્યાં હતાં. ત્યાંથી નાલાસોપારા જવાનાં હતાં. પપ્પાને હંમેશની જેમ નીચે બેસાડીને મમ્મી ઉપર આવ્યાં હતાં. ત્યાર બાદ ૧૧.૩૫ વાગ્યે પપ્પા ત્યાંથી જતા રહ્યા હતા એવું CCTV કૅમેરામાં દેખાય છે. ઑલ્ઝાઇમર્સ હોવાને કારણે તેમને રસ્તો ખ્યાલ ન આવતાં તેઓ ગુમ થયા છે.’

મરીન લાઇન્સ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગુમ થયેલી વ્યક્તિની કોઈ માહિતી મળે તો વિનોદ મકવાણાને ૯૬૬૪૫૫૮૧૯૮ નંબર પર સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે.

mumbai news mumbai marine lines marine drive mumbai police gujaratis of mumbai gujarati community news