07 March, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી-ઈસ્ટની કૉલેજના એક પ્યુને કૉલેજના બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે ‘પ્રગતિ કૉલેજનો પ્યુન પ્રવીણ ચૌધરી મમ્મી-પપ્પા સાથે કૉલેજના પ્રિન્સિપાલને મળવા આવ્યો હતો. પ્રવીણનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી તેની વિરુદ્ધ શિસ્તભંગની અનેક ફરિયાદો થઈ હતી. કૉલેજ-મૅનેજમેન્ટે તેના વર્તન સંદર્ભે ઘણી વાર ચેતવણીઓ પણ આપી હતી. એ મુદ્દે વાત કરવા ગુરુવારે તેના પેરન્ટ્સને કૉલેજમાં બોલાવવામાં આવ્યા હતા એ દરમ્યાન ગુસ્સે ભરાયેલા પ્રવીણે બિલ્ડિંગના ચોથે માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.’
કોઈક પડ્યાનો અવાજ સંભળાતાં કૉલેજ-સ્ટાફ અને વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી ગયા હતા અને બેભાન હાલતમાં પ્યુનને તરત હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.