Maharashtra Rains: વરસાદના પ્રકોપને કારણે રાયગઢમાં જમીન ધસવાથી 36 લોકોના મોત

23 July, 2021 08:37 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી 36 લોકોનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્રને અડીને આવેલા દરિયાકાંઠાના ક્ષેત્રમાં ખાસ કરીને રત્નાગીરી અને રાયગડ જિલ્લાના કેટલાક ભાગોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.  તસવીરઃ AFP

શુક્રવારે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં જમીન ધસવાથી 36 લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે, મહાદ તહસીલના તલાઈ ગામ નજીક બનેલી ઘટનામાં હજી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી પ્રકોપ છે. 

રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે રાયગઢ (Raigad) જિલ્લામાં જમીન ધસવાને કારણે કુલ 36 લોકોનાં મોત નીપજ્યાં છે, તેમાંથી 32 લોકોના મોત તલાઇમાં અને 4 સાકર સુતાર વાડીમાં થયાં હતાં. તેમજ અન્ય 30 લોકો ફસાયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, એનડીઆરએફની એક ટીમ મુંબઈથી લગભગ 160 કિલોમીટર દૂર મહાડ પહોંચી છે અને બીજી ટીમ ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતુ.    

અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મહાબળેશ્વર અને નવાજા ખાતે નોંધાયેલા ભારે વરસાદના કારણે રાજ્યને અડીને આવેલા દરિયાકાંઠાના ક્ષેત્રમાં ખાસ કરીને રત્નાગીરી અને રાયગઢ જિલ્લાના કેટલાક ભાગોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. 

કોંકણ ક્ષેત્રમાં આ બંને જિલ્લાઓમાં ઘણી જગ્યાઓ ડૂબી ગઈ છે અને સરકારી મશીનરી ફસાયેલા લોકોને સલામતીમાં ખસેડવા પગલાં લઈ રહી છે. હવામાન વિભાગ (આઇએમડી) ના અધિકારી કે.એસ. હોસલીકરે જણાવ્યું હતું કે, સતારાના લોકપ્રિય હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં લગભગ 17 કલાકમાં 483 મીમી વરસાદ થયો હતો, 22 જુલાઈના રોજ સવારે 8.30 થી  23 જૂલાઈ 1 વાગ્યા સુધીમાં. 

આઇએમડી મુજબ, 24 કલાકમાં 204.4 મીમીથી વધુ વરસાદ અત્યંત ભારે વરસાદ તરીકે ગણવામાં આવે છે. જોકે, મહાબળેશ્વર અને નવાજા ખાતે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગ દ્વારા નોંધાયેલ વરસાદ સૂચવે છે કે વરસાદ તેના કરતા વધુ હતો.ભૌગોલિક દ્રષ્ટિએ મહાબળેશ્વર એ સહ્યાદ્રી રેન્જ (પશ્ચિમ ઘાટ) ના ટોચનાં બિંદુઓમાંથી એક છે.

સાતારા જિલ્લાના મહારાષ્ટ્રના મુખ્ય હાઈડ્રો-પાવર પ્લાન્ટ કોયના ખાતે પણ આ પ્રકારનો ભારે વરસાદ પડ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રત્નાગિરી જિલ્લામાં ચિપલૂણ નવાજાની પશ્ચિમ બાજુએ છે, જ્યાં તે જ સમયગાળા દરમિયાન 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રના ચિપલૂણ, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાળ, હિંગોલી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. દોરડાઓ અને હોડી દ્વારા લોકોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. થાણે, પાલઘરમાં આજે પણ વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું ચીખલી વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. 

આ પણ વાંચોઃ Mumbai:ગોવંડીમાં એક ઈમારત ધરાશાયી, 4 લોકોના મોત જ્યારે 10 ઘાયલ

રંગૈરી કલેક્ટર બી એન પાટિલે કહ્યું છે કે છેલ્લા 40 વર્ષમાં ચિપલુણમાં આ સૌથી ખરાબ વરસાદ જોવા મળ્યો હતો. 2005 માં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી, પરંતુ આ વખતે ચીપલુણ શહેરમાં પાણીનું સ્તર 10 ફૂટથી ઉપર છે, જે 16 વર્ષ પહેલા નોંધાયેલ આંકને વટાવી ગયું છે. 

 

mumbai mumbai news mumbai rains raigad maharashtra thane ratnagiri