ડોંબિવલીના 25 વર્ષના યુવકે નશામાં જીવ ગુમાવ્યો

21 September, 2020 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડોંબિવલીના 25 વર્ષના યુવકે નશામાં જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

ડોંબિવલીમાં પાંચ જણાએ હથિયારથી હૂમલો કરીને નશામાં ધૂત એક 25 વર્ષિય યુવકની હત્યા કરી છે. મૃતક શિવાજી ખાંડાગલે તેના મિત્ર સંતોષ લશ્કરેની દિકરીના 17માં જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. સંતોષ લશ્કરેને પણ ઈજા થઈ છે.

પોલીસે મહેશ ગુંજલ (22), નિખીલ માને (23), જયેશ જુવાલે (22), આશિષ વાલ્મિકી (22) અને શ્રિનીવાસ સુગાલે (23)ની ધરપકડ કરી છે. આ પાંચેય ડોંબિવલીના દત્તનગરમાં રહે છે, એમ હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

છોકરીના મામા રાજુ ધોતરેએ પોલીસ ફરિયાદ કરતા આ પાંચેયની ધરપકડ કરવામાં આવી છે. રામનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું કે, ગુરુવારે રાત્રે બર્થ ડે પાર્ટીમાં લશ્કરે, તેના મિત્રો અને કુટુંબ જમા થયા હતા. મોટા ભાગના લોકોને દારુ પીધો હતો. રાતના બે વાગ્યે લશ્કરેએ ધોતરેને કહ્યું કે પાંચ મહિના પહેલા ગુંજલે તેની હેરાનગતિ કરી હતી. આથી ધોતરેને ગુસ્સો આવતા તેણે ગુંજલને ફોન કરીને ગાળો આપી હતી.

ધોતરેનો ગુસ્સો આટલામાં જ શાંત થયો નહી એને તે લશ્કરે અને ખાંડગલેની સાથે ગુંજલ પાસે ગયો, પરંતુ ગુંજલ અને અન્ય હોકી સ્ટીક્સ, આર્યન રોડ અને તલવાર સાથે આ ત્રણેયનું સ્વાગત કરવા માટે તૈયાર જ હતા. સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સુરેશ આહીરે કહ્યું કે, આ પાંચેયએ મળીને ત્રણ જણ ઉપર હથિયારથી હુમલો કર્યો, જેમાં ખાંડગલેને માથા ઉપર રોડથી માર્યો હોવાથી અને તે જ સમયે તેનું મૃત્યુ થયુ હતું.

dombivli Crime News