Coronavirus: મુંબઈમાં રવિવારે 234 નવા કોરોના દર્દીઓ નોંધાયા

22 May, 2022 08:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 151 દર્દીઓએ કોરોનાને માત આપી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. BMC દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે મુંબઈમાં 234 નવા દર્દીઓ ઉમેરાયા હતા. હોસ્પિટલમાં રવિવારે આઠ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોનાના કોઈ દર્દીનું મોત થયું નથી. રવિવારે 151 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

BMC દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, રવિવારે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 151 દર્દીઓએ કોરોનાને માત આપી છે. મુંબઈમાં હાલમાં 1294 સક્રિય દર્દીઓ છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 10,42,048 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રિકવરી રેટ 98 ટકા છે. ઉપરાંત, મુંબઈમાં દર્દી બમણા થવાનો સમયગાળો 4208 દિવસનો છે. તેમ જ કોરોના વૃદ્ધિ દર 0.016% ટકા છે.

રાજ્યમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ મુંબઈમાં છે. મુંબઈમાં 1903 સક્રિય દર્દીઓ છે. પુણેમાં 287 સક્રિય દર્દીઓ છે. ત્યારબાદ થાણેમાં 180 સક્રિય દર્દીઓ છે. અહેમદનગર 19, રાયગઢ 35, પાલઘર 20, નાસિક 12, નાગપુરમાં 10 સક્રિય દર્દીઓ છે. અન્યત્ર, સક્રિય દર્દીઓની સંખ્યા 10 કરતા ઓછી છે. રાજ્યમાં કુલ 1903 સક્રિય દર્દીઓ છે.

શુક્રવાર અને શનિવારની સરખામણીમાં આજે રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે. રાજ્યમાં આજે 326 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. એ નોંધવું આશ્વાસનજનક છે કે રાજ્યમાં આજે કોઈ કોરોના સંબંધિત મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં વર્તમાન મૃત્યુદર 1.87 ટકા છે.

mumbai mumbai news coronavirus covid19