વસઈ-‌વિરાર મેયર્સ મૅરથૉનમાં 20,000 સ્પર્ધકો દોડ્યા

09 December, 2019 12:05 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

વસઈ-‌વિરાર મેયર્સ મૅરથૉનમાં 20,000 સ્પર્ધકો દોડ્યા

મૅરથૉન

વસઈ-‌વિરાર મહાનગરપા‌લિકા દ્વારા ગઈ કાલે નવમી નૅશનલ વસઈ-‌વિરાર મેયર્સ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ સ‌હિત ભારતભરમાંથી સ્પર્ધકો આવ્યા હતા અને લગભગ ૨૦,૦૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈને મૅરથૉનને સફળ બનાવી હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા મૅરથૉનના સ્પર્ધકો માટે ચર્ચગેટથી સવારે એક ‌વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય એ છે કે મૅરથૉનમાં મોટી સંખ્યામાં ગુજરાતી સ્પર્ધકો જોવા મળ્યા હતા. સ્થા‌નિક લોકો દ્વારા જોવા મળતો ઉત્સાહ, ‌રિફ્રેશમેન્ટની સુ‌વિધા, મ્યુઝિક અને અનેક સુ‌વિધાઓને કારણે સ્પર્ધકો ભારે ઉત્સાહથી દોડ્યા હોવાનું સ્પર્ધકોએ કહ્યું હતું. અમુક સ્પર્ધકો અનેક શારી‌‌‌રિક સમસ્યા હોવા છતાં મૅરથૉનમાં ખૂબ ઉત્સાહથી જોડાયા હતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ‌પિન્કુ-ગોલુ, કલાકાર મનોજ જોષી, રાજપાલ યાદવ, સુ‌નીલ તાવડે, પુષ્કર સ્ત્રોતી, અ‌ભિ‌જિત ચવાણ સહિત અનેક કલાકારોએ એમાં હાજરી આપી હતી. મૅરથૉનમાં બેટી બચાવ, સેવ બર્ડ અને કૅન્સર ‌વિશે જાગૃ‌તિ, પર્યાવરણ બચાવ જેવા અનેક સંદેશ ‌વિશે લોકોને જાગ્રત કરવા સ્પર્ધકો એવી વેશભૂષામાં આવ્યા હતા.

પોલીસ અને મહેસૂલ ‌વિભાગના અ‌ધિકારીઓ દોડ્યા

પાલઘર ‌જિલ્લાના ડીવાયએસપી ‌વિજયકાંત સાગર, અનેક પોલીસ-કર્મચારીઓ, પાલઘર ‌જિલ્લાના‌અધિકારી કૈલાશ ‌શિંદે, મહાનગરપા‌લિકાના ઍ‌ડિશનલ ક‌મિશનર, અ‌સિસ્ટન્ટ ક‌મિશનર જેવા અનેક અ‌ધિકારીઓ તથા સરકારી ‌વિભાગના કર્મચારીઓએ મૅરથૉનમાં સહભાગી થઈને ‌તંદુરસ્ત રહેવા ‌વિશેનો સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : કેવાયસીથી પેટીએમ અકાઉન્ટ ઍક્ટિવ કરાવનારાઓથી સાવધાન!

ડૉક્ટરોએ સ્વૈચ્છિક સેવા આપી

મૅરથૉનમાં મે‌ડિકલ સેવા પૂરી પાડવા માટે ‌વિરાર મે‌‌ડિકલ અસો‌સિએશનના ૩૫ ડૉક્ટરોની ટીમ અને મુંબઈનાં ‌વિ‌વિધ ‌સ્થળોએથી ૬૫ ફિઝિયોથેરપિસ્ટ સ્વૈચ્છિક સેવા આપવા હાજર રહ્યા હતા. છેલ્લા અઠવા‌ડિયાથી મે‌ડિકલ સેવા આપવાની તૈયારી કરનાર મેડિકલ ટીમ ગઈ કાલે સવારે પાંચ વાગ્યાથી ઉપ‌સ્થિત રહી હતી.

vasai virar mumbai marathon mumbai news