૧૮૮ વર્ષ જૂના પુણેના અમૃતાંજન બ્રિજને આવતા વર્ષે તોડી પડાશે

23 November, 2019 11:47 AM IST  |  Mumbai Desk | chaitrali deshmukh

૧૮૮ વર્ષ જૂના પુણેના અમૃતાંજન બ્રિજને આવતા વર્ષે તોડી પડાશે

મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર ૧૮૮ વર્ષ જૂનો અમૃતાંજન બ્રિજ તોડવાનું કામ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાથી શરૂ કરવામાં આવશે. ૨૦૧૭માં એ બ્રિજના કસ્ટોડિયન ઇન્ડિયન રેલવેઝને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ના તંત્રે પત્ર લખીને એના ડિમોલિશનની પરવાનગી માગી હતી અને રેલવે તંત્રે પરવાનગી આપી હતી. અધિકારીઓએ બ્રિજને તોડી પાડવાના ઔચિત્ય વિશે નાગરિકો અને નિષ્ણાતોના અભિપ્રાયો મગાવ્યા હતા. ૮૦ ટકા લોકોએ એ સ્થાને બ્રિજને જરૂરી ગણાવ્યો હતો, પરંતુ એમએસઆરડીસીના અધિકારીઓને એ બ્રિજ વાહનવ્યવહારમાં અવરોધરૂપ તથા એક્સ્પ્રેસવે પર અકસ્માતોના કારણરૂપ જણાયો હતો.

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

એમએસઆરડીસીના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર અપ્પાસાહેબ નગરગોજેએ જણાવ્યું હતું કે ‘અમૃતાંજન બ્રિજનું તોડકામ ૨૦૧૭થી પ્રલંબિત છે. એ માટે અગાઉ બે ટેન્ડર નોટિસ બહાર પાડવામાં આવી હતી, પરંતુ એમાંથી એક પણ નોટિસને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો નહોતો, પરંતુ અમે ત્રીજું ટેન્ડર બહાર પાડીને પ્રક્રિયાને આખરી તબક્કામાં પહોંચાડી છે. બ્રિજ તોડવા અને કાટમાળ હટાવવાની કામગીરીમાં છ મહિના વીતશે.’

mumbai pune