29 May, 2025 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૫૦૦ મહિલાઓએ શિવસેનામાં પ્રવેશ, એકનાથ શિંદે
શિવસેનાપ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યમાં લાડકી બહીણ યોજના શરૂ કરવાથી પ્રેરિત થઈને નાશિક જિલ્લાના ઇગતપુરી અને યંબકેશ્વરની ઉદ્ધવસેનાનાં ભૂતપૂર્વ વિધાનસભ્ય નિર્મલા ગાવિત સહિત ૧૫૦૦ મહિલાઓએ ગઈ કાલે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. થાણેના એક સભાગૃહમાં આયોજિત પક્ષપ્રવેશના કાર્યક્રમ દરમ્યાન એકનાથ શિંદેએ મહિલાઓનું અભિવાદન ઝીલ્યું હતું.