ઉડતા મહારાષ્ટ્ર – 15 મેટ્રિક ટન ગાંજો જપ્ત કરાયો

20 January, 2020 01:20 PM IST  |  Mumbai Desk | vishal singh

ઉડતા મહારાષ્ટ્ર – 15 મેટ્રિક ટન ગાંજો જપ્ત કરાયો

Representational Pic/Istock

છેલ્લા દોઢ વર્ષમાં ડિરેક્ટોરેટ રેવન્યુ ઓફ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ 336 કિલો સોનું, 15.108 મેટ્રીક ટન ગાંજો અને 400 કિલો કિટામીન જપ્ત કર્યું છે. અધિકૃત ડેટા અનુસાર ડીઆરઆઇનાં અધિકારીઓએ 2018-2019 (માર્ચ સુધી) દરમિયાન 212 કિલો સોનું જપ્ત કર્યું અને એપ્રિલ 2019 થી ડિસેમ્બર 2019 સુધીમાં 124 કિલો સોનું જપ્ત કર્યું.

ડીઆરઆઇનાં અધિકારીઓએ જણાવ્યું કે સોનાં પછી ગાંજો સૌથી વધુ જથ્થામાં જપ્ત થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ડીઆરઆઇએ 15.108 ટનો ગાંજો જપ્ત કર્યો છે. મોટા ભાગનો ગાંજો નાગપુરમાંથી જપ્ત કરાયો છે.

ડીઆરઆઇના એક અધિકારીએ મીડ-ડેને જણાવ્યું કે, “આ ચીજોનું સ્મગલિંગ મોટે ભાગે ટ્રેન દ્વારા થતું હોય છે ને અને ભારત તથા મ્યાનમારની સરહદેથી તે દેશમાં ઘુસાડાય છે. સરહદેથી કલકત્તા પહોંચીને આ પ્રતિબંધિત ચીજો દેશનાં બીજા હિસ્સાઓમાં પહોંચાડવામાં આવે છે.”

તેમણે ઉમેર્યું કે, “દેશમાં ગાંજો અન્ય નશીલી ચીજો કરતાં ઘણાં સસ્તા દરે વેચાય છે. ગાંજાનો જથ્થો જપ્ત કરવાનાં કિસ્સા પણ વધ્યા છે.”

આ પણ વાંચો : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સોનાની દાણચોરી અંગે અધિકારીએ કહ્યું કે દાણચારો માલની હેરફેર કરવાનાં રસ્તા અને માધ્યમો બદલતા રહે છે, ક્યારેક તેઓ વિમાની મુસાફરી કરે છે અને ક્યારેક તો કુરિયર સર્વિસનો ઉપયોગ પણ કરે છે. ઘણીવાર દાણચારો સોનાની લાદીઓ સામાન્ય ધાતુની દેખાય તે રીતે તેને રંગી પણ નાખતા હોય છે.

mumbai mumbai crime news