Mumbai Crime: 4 મહિનાની બાળકીને 4.8 લાખમાં વેચવાનું કાવતરું કરનારા 11 ઝડપાયા

12 January, 2022 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે એક અધિકારીએ જણાવ્યું કે યુવતીને સિવિલ એન્જિનિયરને વેચી દેવામાં આવી હતી

ધરપકડ કરાયેલ શકમંદો વીપી રોડ પોલીસની કસ્ટડીમાં છે

મુંબઈ પોલીસે (Mumbai Police) 4 મહિનાની બાળકીનું અપહરણ કરવા બદલ 11 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આ છોકરીને 4.8 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. મંગળવારે એક અધિકારીએ જણાવ્યું કે યુવતીને સિવિલ એન્જિનિયરને વેચી દેવામાં આવી હતી. તેણે જણાવ્યું કે મુંબઈ પોલીસ ટીમના 2 જવાનોએ બાળકીને બચાવી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં 50 વર્ષીય મહિલાએ વીપી રોડ પોલીસને જણાવ્યું કે 3 જાન્યુઆરીએ ઈબ્રાહિમ શેખે નવજાતનું અપહરણ કર્યું હતું. મહિલાની ઓળખ અનવરી અબ્દુલ શેખ તરીકે થઈ છે. મહિલાની ફરિયાદ બાદ આ મામલામાં નવજાત શિશુના અપહરણ અને તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું કે `અમે પહેલા ઈબ્રાહિમ અલ્તાફ શેખની ધરપકડ કરી હતી. 32 વર્ષીય ઈબ્રાહીમ ટેકનિકલ બાતમીના આધારે ઝડપાયો હતો. તેની પૂછપરછના આધારે અમે સાયન, ધારાવી, મલાડ જોગેશ્વરી, નાગપાડા, કલ્યાણ અને થાણેમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 2 મહિલાઓ અને 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું, “આ તમામની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓએ આ બાળકીને તમિલનાડુના એક વ્યક્તિને 4.8 લાખ રૂપિયામાં વેચી દીધી છે. આ પછી 2 ટીમો ત્યાં મોકલવામાં આવી હતી. ત્રણ જિલ્લામાં ચાર દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી મુંબઈ પોલીસે કોઈમ્બતુરમાંથી એક મહિલા અને 4 યુવકોની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે બાળકને તમિલનાડુના સેલવાનપટ્ટીમાં રહેતા સિવિલ એન્જિનિયર આનંદ કુમાર નાગરાજનને વેચવામાં આવ્યું હતું. ઈબ્રાહીમ શેખ યુવતીની માતા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હોવાનું પણ બહાર આવ્યું છે. ઈબ્રાહીમ શેખે દાવો કર્યો હતો કે તે બાળકનો પિતા છે. એટલા માટે અમે ડીએનએ ટેસ્ટ કરાવી રહ્યા છીએ. બાળકીની માતા 1 ડિસેમ્બરે કોઈ કામના સિલસિલામાં બહાર ગઈ હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police tamil nadu