28 September, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટર્ફ માટેની કૃત્રિમ ઘાસની જમીન પણ JCBની મદદથી ઉખેડી નાખી હતી.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ થાણેના વર્તકનગર વિસ્તારમાં આવેલા યેઉર જંગલમાં ગેરકાયદે બાંધવામાં આવેલી દસ ટર્ફ પર ગુરુવારે અને શુક્રવારે કાર્યવાહી કરીને એને તોડી પાડી હતી તેમ જ ટર્ફ માટેની કૃત્રિમ ઘાસની જમીન પણ JCBની મદદથી ઉખેડી નાખી હતી. એકસાથે ૧૦ ટર્ફ ઉખેડી નાખવામાં આવતાં યેઉર વિસ્તાર ટર્ફ-ફ્રી થયો હોવાથી પર્યાવરણવાદીઓએ આંનદ વ્યક્ત કર્યો હતો.