મધ્ય પ્રદેશમાં મહારાષ્ટ્રની કારમાંથી મળ્યાં ૧.૩૦ કરોડ રૂ​પિયા કૅશ અને ૪ કિલો ચાંદી

24 April, 2024 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારમાં બે પુરુષ અને એક મહિલા બેસેલાં હતાં અને તેમની પાસેથી ૧.૩૦ કરોડ રૂપિયા કૅશ અને ચાર કિલો ચાંદીના દાગીના મળી આવ્યાં હતાં.

જપ્ત કરવામાં આવેલી કૅશ સાથે મધ્ય પ્રદેશની નયી આબાદી પોલીસ-સ્ટેશનની ટીમ.

મધ્ય પ્રદેશના મંદસૌરમાં નૅશનલ હાઇવે ૪૭ ઉપર સોમવારે સાંજે એક કાર શંકાસ્પદ રીતે ઊભી હોવાની માહિતી મળ્યા બાદ અહીંના નયી આબાદી પોલીસ-સ્ટેશનની ટીમે કારની તપાસ કરી હતી. મહારાષ્ટ્રમાં રજિસ્ટર કરવામાં આવેલી કારમાં બે પુરુષ અને એક મહિલા બેસેલાં હતાં અને તેમની પાસેથી ૧.૩૦ કરોડ રૂપિયા કૅશ અને ચાર કિલો ચાંદીના દાગીના મળી આવ્યાં હતાં. પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ અરુણ તિવારીએ માહિતી આપી હતી કે ‘લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે દરેક શંકાજનક બાબત પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કાર ઘણા સમયથી એક જ જગ્યાએ ઊભી હોવાની માહિતી મળ્યા બાદ શંકાના આધારે અમે કારમાંથી કૅશ અને દાગીના જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી હતી. કાર કોના નામે છે અને કારમાં બેસેલા લોકો કોણ છે એની પૂછપરછ કરવામાં આવી રહી છે.’

mumbai news mumbai maharashtra news madhya pradesh Crime News Lok Sabha Election 2024